નવી દિલ્હી: ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાઈરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. હાલમાં કોરોનાનો આંકડો 18ને પાર થયો છે. અત્યાર સુધીમાં કુલ 38,135 લોકોનું કોરોના વાઈરસના કારણે મોત થયું છે. દેશમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી 8,03,696 સુધી પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 52, 972નવા કેસ નોંધાયા છે અને 771 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ મંત્રાલયની માહિતી મુજબ દેશભરમાં કુલ કોરના એક્ટિવ દર્દીઓની સંખ્યા 5,79,357 છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં 38,135 લોકોના મોત થયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 771 મોત પણ સામેલ છે. દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કુલ 18,03,696 કેસ નોંધાયા છે. કુલ સંક્રમિતોમાંથી 11,86,203 સ્વસ્થ થઈ ચૂક્યા છે.
કોરોનાથી સૌથી પ્રભાવિત આ 5 રાજ્ય
કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક અને આંધપ્રદેશ છે. જેમાં મહારાષ્ટ્રમાં 4,41,228 કેસ સાથે ટોપ પર છે, ત્યારબાદ તમિલનાડુ 2,57,613 આંધપ્રદેશ 1,58,764, દિલ્હી 1,37,677 અને કર્ણાટકમાં 1,34,819 છે. સંક્રમણથી સૌથી વધુ મોત મહારાષ્ટ્ર 15, 576માં થયા છે, ત્યારબાદ દિલ્હી 4,004, તમિલનાડુ 4,132, ગુજરાત 2,486, અને કર્ણાટક 2,496નો નંબર આવે છે.