ETV Bharat / bharat

ભારતમાં કોરોના વિસ્ફોટ, 24 કલાકમાં 29,429 પોઝિટિવ કેસ, 582ના મોત - latestgujaratinews

દેશમાં સંક્રમિતોની સંખ્યા 9 લાખ 37 હજાર 487 થઈ છે. ભારતમાં એક જ દિવસમાં 29,429 કોરોના વાઈરસના કેસો સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 582 દર્દીઓનાં મોત થયા છે.

COVID-19 India tracker
COVID-19 India tracker
author img

By

Published : Jul 15, 2020, 12:54 PM IST

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 29,429 નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણના કુલ 9,36,181 કેસ થયા છે. આ મહામારીથી દેશમાં અત્યાર સુધીમાં 24,309 લોકોના મોત થયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 582 દર્દીઓનાં મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ, દેશભરમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 3,19,840 થઈ છે. કુલ સંક્રમિતોમાં 5,92,032 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા છે. દેશમાં કોરોનાથી 62.20 ટકા લોકો સ્વસ્થ થયા છે. મૃત્યુદર 2.62 ટકા થયો છે.

ભારતમાં કોરોના વિસ્ફોટ
ભારતમાં કોરોના વિસ્ફોટ

કોરોનાથી 5 રાજ્યો સૌથી વધુ પ્રભાવિત

કોરોના સંક્રમણના સૌથી વધુ 5 રાજ્યો પ્રભાવિત છે. મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, ગુજરાત અને કર્ણાટક છે. જેમાં મહારાષ્ટ્ર (2,67,665) ટોચ પર છે, ત્યારબાદ તમિલનાડુ (1,47,324), દિલ્હી (1,15,346), કર્ણાટક (44,077) અને ગુજરાતમાં (43,637) કેસ છે. સંક્રમણથી સૌથી વધુ મૃત્યું 10,695 મહારાષ્ટ્રમાં થયું છે, ત્યારબાદ દિલ્હી (3,446), ગુજરાત (2,069), તમિલનાડુ (2,099) અને પશ્ચિમ બંગાળ (980) છે.

બિહારમાં ભાજપ અધ્યક્ષ ડૉ. સંજય જયસ્વાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉ.સંજય જાયસ્વાલની પત્ની મંજુ ચૌધરી, તેમની માતા પણ કોરોના સંક્રમિત થયાં છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા બિહાર ભાજપ ઓફિસમાં કોરોના વિસ્ફોટ થયો હતો. જેમાં કેટલાક નેતાઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.