હૈદરાબાદ: ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણથી 27 લોકોના મોત થયા છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ભારતના 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાઇરસના સંક્રમણના 1024 કેસ સામે આવ્યા છે.
29 માર્ચે, રાત્રે આઠ કલાક સુધીના આંકડા અનુસાર કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1024 થઇ છે. જ્યારે 96 દર્દીઓને સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
મહત્વનું છે કે, કોરોના સંક્રમણનો સૌથી વધુ પ્રભાવ મહારાષ્ટ્ર અને કેરળમાં જોવા મળી રહ્યો છે.
વધુમાં જણાવીએ તો આ આંકડા સતત બદલતા રહે છે, કારણ કે, સ્વાસ્થય મંત્રાલય અલગ-અલગ રાજ્યો અને વિસ્તારોના કેસની પુષ્ટિ થયા બાદ જ અંતિમ આંકડાઓ જાહેર કરે છે.