ETV Bharat / bharat

ભારતમાં કોરોનાએ ચિંતા વધારી, એક દિવસમાં 8000થી વધુ કેસ નોંધાયા

author img

By

Published : May 31, 2020, 10:41 AM IST

Updated : May 31, 2020, 4:09 PM IST

છેલ્લા 10 દિવસના આંકડા જુઓ તો 7 દિવસમાં એવું થયું છે જ્યારે નવા કેસની સંખ્યાએ પાછલો રેકોર્ડ તોડ્યો છે. ભારતમાં કોરોના કેસની સંખ્યા દોઢ લાખથી પોણા બે લાખ સુધી પહોંચવામાં માત્ર 3 દિવસ લાગ્યા છે.

ભારતમાં કોરોનાએ ચિંતા વધારી  8000 વધુ કેસ નોંધાયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની ગતિ ડરાવી રહી છે. મેના અંતમાં 10 દિવસમાં જે રીતે નવા કેસ વધ્યા છે, તેણે ચિંતા ખુબ વધારી દીધી છે. કોવિડ-19ની સ્થિતિ કેટલી ખરાબ છે, તેનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે છેલ્લા ત્રણ દિવસમાં 25 હજારથી વધુ મામલા સામે આવ્યા છે. શનિવારે ભારતમાં પ્રથમવાર એક દિવસમાં 8,000થી વધુ નવા મામલા સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસમાંથી 7 દિવસ તો નવા મામલાએ રેકોર્ડ તોડ્યા છે. ભારતમાં 5 હજારથી વધુ કોરોના દર્દીઓના મૃત્યુ થઈ ચુક્યા છે.

સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો ભરડો યથાવત છે, ત્યારે ભારતમાં જીવલેણ વાઇરસથી સંક્રમિત કેસની સંખ્યા 1 લાખ 81 હજારને પાર થઈ છે. જ્યારે પાંચ હજાર 182 લોકોના મોત થયા છે. દેશમાં સૌથી વધુ 65 હજાર 168 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા.

દેશભરમાં શનિવારે 200 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. આ પહેલાં શુક્રવારે 270 દર્દીઓના મૃત્યુ થયા હતા જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. ભારતમાં શનિવારે રાત સુધી 1,76,823 મામલા હતા. શનિવારે દેશભરમાં કુલ 8026 નવા કેસ સામે આવ્યા છે. તેમાં 2940 મહારાષ્ટ્રથી છે. અહીં એક દિવસમાં મામલાની સંખ્યામાં બીજો મોટો ઉછાળો છે. શનિવારે ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં ડેલી કેસનો રેકોર્ડ તૂટ્યો છે. દિલ્હીથી રેકોર્ડ 1163 કેસ આવ્યા જ્યારે તમિલનાડુથી 938, ઓડિશાથી 120 અને ઝારખંડથી 71. આ બધા રાજ્યોમાં એક દિવસની અંદર મામલાની રેકોર્ડ સંખ્યા છે.

મુંબઈ દેશનું સૌથી ખતરનાક હોટસ્પોટ બનેલું છે. અહીં શનિવારે 54 લોકોના મૃત્યુ થયા જે એક દિવસનો રેકોર્ડ છે. આ મહાનગરમાં કોરોનાથી અત્યાર સુધી 1227 લોકોએ જીવ ગુમાવ્યા છે. શનિવારે રાત સુધી મહારાષ્ટ્રમાં 65,168 મામલા થઈ ચુક્યા છે. રાજ્યમાં 34 હજારથી વધુ એક્ટિવ કેસ છે. તો ગુજરાતમાં શનિવારે 412 નવા કેસ નોંધાયા છે. જ્યાં કોરોનાથી મૃત્યુઆંક 1 હજારને પાર કરી ગયો છે. ગુજરાતનો ફેટલિટી રેટ (6.2%) ખુબ ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં દર કલાકે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તો 16 હજાર કેસનો આંકડો પાર કરનાર દેશનું ચોથુ રાજ્ય છે.

દિલ્હી, મહારાષ્ટ્ર્, કેરળ,પંજાબ, હરિયાણા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ગુજરાત એવા રાજ્યો છે, જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. જોકે, આઈસીએમઆરની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ એપીડેમીઓલોજીના ડિરેક્ટર અને આ અભ્યાસમાં લેખકોમાંના એક મનોજ મુરહેકરે જણાવ્યું હતું કે, કોરોનાના લક્ષણ ન દેખાતા હોય તેવા દર્દીઓનો દર ૨૮.૧ ટકાથી ઘણો વધુ પણ હોઈ શકે છે, જે અમારા માટે ચિંતાની બાબત છે. આ અભ્યાસ જણાવે છે કે કોરોનાના તીવ્ર લક્ષણો દેખાતા હોય તેના કરતાં લક્ષણો દેખાતા ન હોય તેવા દર્દીઓનું પ્રમાણ ઘણું ઊંચું અંદાજે બેથી ત્રણ ઘણુ વધારે હોઈ શકે છે

Last Updated : May 31, 2020, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.