ભારતીય ચૂંટણી પંચએ 24 માર્ચેના તેના આદેશથી કોવિડ -19 રોગચાળોને કારણે ચૂંટણીને ટાળી દીધી હતી. લોકડાઉનને કારણે મુલતવી રાખવામાં આવેલી 18 રાજ્યસભા બેઠકોની ચૂંટણીઓ 19 જૂને યોજાશે, તેમ 01.06.2020ના રોજ ભારતના ચૂંટણી પંચે (ECI)એ જણાવ્યું હતું કે,
આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં ચાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ત્રણ, ઝારખંડમાં બે અને મણિપુર અને મેઘાલયની એક-એક બેઠક– એમ 18 બેઠકો માટે મતદાન 26 માર્ચે, એટલે કે પ્રારંભિક ત્રણ અઠવાડિયાના લોક ડાઉન શરૂ થયાના બીજા દિવસે, યોજાનાર હતું.
રાજ્યો | રાજ્ય સભાની બેઠકો | વિધાનસભાની કુલ બેઠકો | રાજકીય સંકટ |
ગુજરાત | 4 | કુલ - 182 ભાજપ - 103 બેઠકો કોંગ્રેસ – 77 બેઠકો જે હવે ઘટીને 65 થઈ ગઈ છે | રાજ્યસભાની ચાર બેઠકો માટે જૂન 19ની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાંથી રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત પાર્ટીના અન્ય પાંચ ધારાસભ્યો પણ માર્ચમાં રાજીનામું આપ્યું હતું. રાજ્ય સભાની ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસએ 65 ધારાસભ્યોને રિસોર્ટમાં ખસેડી દીધા હતા. |
રાજસ્થાન | 3 | કુલ - 200 200 બેઠકો વાળા વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પાસે 107 ધારાસભ્યો છે, અને ઓછામાં ઓછા એક ડઝન અપક્ષોનું સમર્થન છે. ભાજપ પાસે 76 ધારાસભ્યો છે. | રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પણ કહ્યું છે કે તેમણે સાંભળ્યું છે કે ભાજપ તેમની સરકાર પાડવા માટે કોંગ્રેસના દરેક ધારાસભ્ય માટે 30 કરોડ રૂપિયા ખર્ચ કરવા તૈયાર છે. કોંગ્રેસે રાજસ્થાનના તેના તમામ ધારાસભ્યોને જયપુરની એક હોટલમાં ઠેરવ્યા છે અને ભાજપ પર રાજ્ય સરકારને અસ્થિર બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. |
મણીપુર | 1 | કુલ - 60 કુલ 60 બેઠકોવાળી વિધાનસભામાં 28 ધારાસભ્યો સાથે કોંગ્રેસ એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. ભાજપ પાસે 21 ધારાસભ્યો હતા. જોકે, પરિણામોની ઘોષણા થયા પછી કોંગ્રેસના સાત ધારાસભ્યો ભાજપમાં જોડાયા કારણ કે 60 સભ્યોના ગૃહમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ પાસે 10 ધારાસભ્યો ઓછા હતા. | મણિપુર મતદાન પહેલા, ભાજપ માટે મણિપુરમાં રાજકીય સંકટ ઉભું થયું છે - ભાજપના ત્રણ ધારાસભ્યો – એન.પી.પી ના ચાર, ટીએમસીના એક અને એક અપક્ષએ - ભાજપના નેતૃત્વવાળી ગઠબંધન સરકારમાંથી રાજીનામું આપ્યું છે. |
મધ્યપ્રદેશ | 3 | કુલ - 230 2018 વિધાનસભાની ચૂંટણીઓ , બીજેપીનો 109 અને કોંગ્રેસનો 114 સીટો પર વિજય થયો. કોંગ્રેસે ગઠબંધન સાથે સરકાર બનાવી ત્યારબાદ 2020માં 22 ધારાસભ્યોના પક્ષપલટોના કારણે ભાજપએ સરકાર બનાવી. | કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે કુલ 22 ધારાસભ્યોએ મધ્યપ્રદેશમાં ભાજપ સરકારને ફરીથી સ્થાપિત કરવા રાજીનામું આપ્યું હતું. સત્તાના આવા પરિવર્તનને, અનધિકૃત રીતે ઓપરેશન કમળ કહેવામાં આવે છે (કમળ ભાજપનું ચૂંટણી પ્રતીક છે). |
રાજ્ય સભામાં બહુમતી માટે સંખ્યા રમત
રાજ્યસભામાં કુલ 245 સભ્યોમાંથી, 17 રાજ્યોના સભ્યો નિવૃત્ત થવાના છે. ભાજપના નેતૃત્વ હેઠળની એન.ડી.એના રાજ્યસભામાં માત્ર 97 સભ્યો છે, જે સાદી બહુમતી માટે જરૂરી ૧૨૦ કરતા ઘણા ઓછા છે.
મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી છે . કોંગ્રેસ અને ભાજપ બંને એક એક બેઠક જીતી લેશે તેની ખાતરી છે, અને રાજ્યના રાજકારણમાં બદલાતી ગતિશીલતા નો મતલબ એ છે કે ભાજપ પક્ષની ત્રીજી બેઠક જીતવા પર નજર રહેશે.
- ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકોમાંથી કોંગ્રેસને બે જીતવાની આશા હતી. પરંતુ, હવે ચૂંટણીઓના ચીત્રો સ્પષ્ટ થઇ ગયા છે.
- મણિપુરમાં 19 જૂને રાજ્યસભાની એક બેઠક માટે ચૂંટણી યોજોશે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ રાજ્ય સભાની એક બેઠક માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે.
- ધારાસભ્યોના રાજીનામાની પરિચિત પદ્ધતિ
તાજેતરનો ઇતિહાસ જોતા, તુલનાત્મક પરિસ્થિતિઓમાં ભાજપની વર્તણૂક જોતા તેના એ દાવા પર વિશ્વાસ કરી શકતો નથી કે તેની રાજસ્થાનમાં સત્તા કબજે કરવાની કોઈ યોજના નથી. છેલ્લા વર્ષમાં ધારાસભ્યો ના રાજીનામા ની પરિચિત પદ્ધતિ દ્વારા, ભાજપે કર્ણાટક અને મધ્યપ્રદેશમાં જ્યાં તે ચુંટણી જીતી શકયુ નથી ત્યાં સત્તા હાંસલ કરી છે.
ધારાસભ્યો ના આવા સામૂહિક રાજીનામાઓનું એકમાત્ર વાજબી સ્પષ્ટતા એ છે કે તેમને કાં તો લાલચ આપવામાં આવી હતી અથવા ધમકી આપવામાં આવી હતી. અગાઉ, ભાજપ એ ગોવા અને મણિપુરમાં શંકાસ્પદ રીતે સત્તા હાંસલ કરી છે. દરેક પક્ષમાં વાદવિવાદ હોય છે પરંતુ તેની તક તરીકે ઉપયોગ , એક લોકપ્રિય જનાદેશને ખતમ કરવા માટે કરવામાં આવે તે લોકશાહીની ભાવનામાં નથી. હવે કોંગ્રેસે પણ સિંગલ રાજ્યસભા ની બેઠક માટે સંખ્યાની રમત શરૂ કરી છે
રોગચાળા સામે રાજ્યનો પ્રતિસાદ અત્યાર સુધી મજબૂત રહ્યો છે પરંતુ આ સમયે રાજકીય અનિશ્ચિતતા કારણે સ્થિતિ કાબૂમાંથી બહાર નીકળી શકે છે. અનૈતિક માધ્યમ દ્વારા સત્તાને કબજે કરવા માટે કોઈ સમય સારો નથી, પરંતુ ખાસ કરીને આ સમય અયોગ્ય છે.
રોગચાળા દરમિયાન ,રાજ્ય સભામાં બહુમતી મેળવવા માટે સંખ્યાની રમત, રાજ્ય સરકારના પતન તરફ દોરી શકે છે.