ETV Bharat / bharat

Covid-19 સારવાર માટે તૈયાર રોબો: હૈદરાબાદના 3 યુવાનની નવી શોધ

કોરોના સંકટ વચ્ચે આરોગ્ય કર્મચારીઓ બીમારોની સતત સારવાર કરી રહ્યા છે. કુટુંબથી દૂર રહીને જોખમ વચ્ચે તેઓ કામ કરે છે, ત્યારે શહેરના ત્રણ યુવાનો આરોગ્ય કર્મચારીઓની વ્હારે આવ્યા છે. કોરોનાના દર્દીને આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા હોય ત્યાં રોબોને કામે લગાવવાનો ઉપાય આ યુવાનોએ વિચાર્યો.

COVID-19: Humanoids to replace humans, an innovation of three youth
Covid-19 બિમારીમાં સારવાર માટે તૈયાર રોબો: શહેરના ત્રણ યુવાનોની નવીન શોધ
author img

By

Published : Apr 17, 2020, 12:05 AM IST

હૈદરાબાદ : કોરોના સંકટ વચ્ચે આરોગ્ય કર્મચારીઓ બીમારોની સતત સારવાર કરી રહ્યા છે. કુટુંબથી દૂર રહીને જોખમ વચ્ચે તેઓ કામ કરે છે, ત્યારે શહેરના ત્રણ યુવાનો આરોગ્ય કર્મચારીઓની વહારે આવ્યા છે. કોરોનાના દર્દીને આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા હોય ત્યાં રોબોને કામે લગાવવાનું ઉપાય આ યુવાનોએ વિચાર્યો.

આ યુવાનોએ તેલંગાણાના પ્રધાન કેટીઆર સામે એક દરખાસ્ત મૂકી છે. આ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ તેમના વાર્ષિક પ્રોજેક્ટના ભાગરૂપે 'ચાલતો રોબો' તૈયાર કરેલો છે. પ્રધાનને રોબો બતાવાયો અને તેની ટેક્નોલૉજીને અપગ્રેડ કરીને કેવી રીતે તેને હોસ્પિટલમાં ઉપયોગમાં લઈ શકાય તે સમજાવાયું હતું.

પ્રધાને આ દરખાસ્તને ચકાસી જોવાનું કામ આઈટીની સચિવ જયેશ રંજનને સોંપ્યું છે. આ રીતે મળેલા પ્રોત્સાહનથી ખુશખુશાલ ત્રણેય વિદ્યાર્થીઓ અશ્ફાક, અબ્દુલ બારી અને સલમાને 'ઇનાડુ' દૈનિક સાથે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.

વિચાર કેવી રીતે આવ્યો?

કોરોના દર્દીઓની સારવાર કરવાના કારણે ડૉક્ટર્સ અને તબીબી સ્ટાફ પોતે જ ચેપનો ભોગ બની રહ્યા છે તે જાણ્યા પછી ત્રણેય યુવાનોએ પોતાના રોબો વિશે નવેસરથી વિચારણા કરી હતી. એન્યુઅલ પ્રોજેક્ટના ભાગરૂપે તેમણે રોબો તૈયાર કર્યો હતો. દેશના ઘણા મેટ્રો સિટીમાં રેસ્ટોરન્ટમાં રોબો કામ કરતાં પણ થઈ ગયા છે. તે જાણ્યા પછી ટેક્નોલૉજીને અપડેટ કરીને રોબોનો ઉપયોગ હોસ્પિટલમાં કરવા માટેનું ત્રણેયે વિચાર્યું હતું.

ત્રણેય ગયા વર્ષે જ બેચલર ઑફ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે. તે દરમિયાન જ તેમને ‘ચાલતો રોબો’ વાર્ષિક પ્રોજેક્ટના ભાગરૂપે તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો. શહેરના રેસ્ટોરન્ટમાં કામ કરતાં રોબો લાખોના ખર્ચે વિદેશથી આયાત કરાયેલા હોય છે. તેનો ખર્ચ ઓછો કરવા માટે ત્રણેય વિદ્યાર્થીએ તદ્દન નવીન વિચાર પર કામ કર્યું હતું.

વિદ્યાર્થીઓએ 6 ઇંચના થર્મોકોલનો ઉપયોગ કરીને ડિઝાઇન મૉડલ તૈયાર કર્યું હતું. સરકાર તરફથી જો મંજૂરી અને મદદ મળે તો તેમની યોજના સસ્તામાં યોગ્ય પ્રકારનું મૉડલ 8 દિવસમાં જ તૈયાર કરી દેવાની છે.

આ રોબોની વિશેષતા શું છે?

આઇસોલેશન વૉર્ડમાં રહેલા દર્દીઓને આ રોબો સેવા પૂરી પાડી શકે છે. રોબો સાથે ટ્રે જોડી દેવામાં આવે તો તેમાં દવાઓ, ભોજન અને બીજી વસ્તુઓ દર્દીઓ સુધી પહોંચાડી શકાય. સાથે જ સમયાંતરે વૉર્ડને સેનેટાઇઝ કરવા માટે પણ રોબોનો ઉપયોગ કરી શકાય. રોબો વાઇફાઇ અને બ્લ્યૂટૂથથી સંચાલિત થાય છે. સ્માર્ટફોનથી તેનું નિયંત્રણ કરી શકાય છે. રોબો વૉર્ડમાં ફરતો રહી શકે છે અને દર્દીને મોનિટર કરી શકે છે. રોબોમાં સર્વેલન્સ કેમેરા લાગેલા હોય તેથી ડૉક્ટર્સ અને નર્સ દૂરથી જ દર્દીઓ પર નજર રાખી શકે અને તેમને ચકાસી પણ શકે. વૉર્ડમાં એકલા રહીને કંટાળી ગયેલા દર્દીને મનોરંજન પણ કરાવી શકે. દર્દીની રિક્વેસ્ટ પ્રમાણે તે ગીત સંભળાવી શકે. સાથે જ તેમને સમાચારો પણ સંભળાવી શકે.

ઓસ્માનિયા યુનિવર્સિટીમાં જંતુમુક્ત ચેમ્બર

કોરોનાને કાબૂમાં રાખવા માટે ઓસ્માનિયા યુનિવર્સિટીમાં સેનિટાઇઝિંગ ચેમ્બર ગોઠવવામાં આવી રહી છે. ઓસ્માનિયા ટિચિંગ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ માટે સોમવારથી આ સુવિધા માટેનું કામકાજ શરૂ થયું છે. કામકાજ ચાલુ રાખી શકાય તે માટે સેનિટાઇઝિંગ ચેમ્બર બની રહી છે. ડૉક્ટર્સ, સ્ટાફ, પેરામેડિકલ, અન્ય સ્ટાફ વગેરેને ચેપથી સુરક્ષિત રાખવાના ભાગરૂપે આવી ચેમ્બર તૈયાર કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.