હૈદરાબાદ: કોરોના વાઇરસ પ્રભાવના કારણે તેલંગાણામાં 25થી વધુ લોકો પ્રભાનિત થયા છે. સંક્રમણના બચાવની કોશિશ ચાલું છે. કેટલાક લોકોએ આર્થિક મદદ માટે આગળ આવ્યા છે. અનુપમા વેણુ ગોપાલ નડેલાએ તેલંગાણામાં ગરીબોની મદદ માટે રૂપિયા 3 કરોડનું યોગદાન કર્યું હતું. અનુપમા માઇક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી સત્યમ મંડેલાની પત્ની છે.
આ રૂપિયા મુખ્યમંત્રી કલ્યાણ કોષમાં આપવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન દાન રાશિને ગરીબોની મદદ માટે ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય તેલંગાણાના CMOએ જણાવ્યું કે, રાજ્ય સરાકરે કર્મચારીઓ અને શિક્ષકો માટે મુખ્યમંત્રી કલ્યાણ કોષમાંથી એક દિવસનું વેતન દાન કર્યું છે. કુલ રાશિ 48 કરોડ રૂપિયા છે. અભિનેતા નિતિને પણ રૂપિયા 10 લાખ રૂપિયાનું દાન કર્યું છે.