ETV Bharat / bharat

Covid-19ની સંભવિત દવા ‘હાઇડ્રોક્સિક્લોરોક્વિન’ દર્દીની આંખ માટે જોખમી સાબિત થઈ શકે છે - Covid-19 drug 'hydroxychloroquine' may dangerous for the patient's eye

Covid-19નો ભોગ બનેલા દર્દીને આપવામાં આવતી એન્ટીમેલેરીયલ દવા, હાઇડ્રોક્સિક્લોરોક્વિનથી દર્દીની આંખની રેટીનાને ક્યારેય ન મટાડી શકાય તેવુ નુકસાન થઈ શકે છે. જો લાંબા સમય સુઘી HCQ લેવાની સલાહ ડૉક્ટર દ્વારા આપવામાં આવે તો રેટીના પરની સંભવિત અસરને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.

Covid-19 drug 'hydroxychloroquine' may dangerous for the patient's eye
Covid-19ની સંભવિત દવા ‘હાઇડ્રોક્સિક્લોરોક્વિન’ દર્દીની આંખ માટે જોખમી સાબિત થઈ શકે છે
author img

By

Published : Apr 7, 2020, 11:46 PM IST

ન્યૂઝડેસ્ક : કોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટે યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રંપે જે એન્ટીમેલેરીયલ ડ્રગ, હાઇડ્રોક્સિક્લોરોક્વિનની માગણી કરી છે તે દવાથી હ્રદયના ધબકારાને નુકસાન, લો બ્લડપ્રેશર, સ્નાયુ તેમજ ચેતાનતંત્રને નુકસાન તેમજ આંખોની રોશની પર જોખમ જેવી આડઅસરો આવી શકે છે.

જોકે HCQથી સૌથી વધુ જોખમ રેટીનાને રહેલું છે. રોગપ્રતિકારક શક્તિની ખામીથી થતા રોગોમાં HCQ સૌથી સલામત દવા છે, પરંતુ હાલની બીમારીને પહોંચી વળવા માટે દર્દીને કેટલી માત્રામાં HCQ આપવી તે વીશે જાણકારી ન હોવાને કારણે કેટલીક મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.

સામાન્ય રીતે આ પ્રકારની બીમારીમાં જે દર્દીનું વજન ઓછામાં ઓછુ 176 પાઉન્ડ અને વધુમાં વધુ એક સુચીત વજન જેટલુ હોય તેને 200mg નો ડોઝ દીવસમાં બે વાર આપી શકાય.

અહેવાલો પ્રમાણે, Covid-19ના દર્દીઓને એક દીવસમાં 600-800mgનો ડોઝ આપવામાં આવે છે, જે આદર્શ કરતા ત્રણથી ચાર ગણો વધારે છે અને માટે જ તેનાથી આંખની રેટીનાને જોખમ રહે છે.

આ ઉપરાંત જે દર્દીઓ પહેલેથી કોઈ બીમારીનો સામનો કરી રહ્યા છે તેવા લોકો માટે પણ Covid-19 જોખમી છે કારણકે એક સંશોધન પ્રમાણે કીડનીમાં કોઈ પ્રકારની ખામી ધરાવતા દર્દીઓ પણ આ દવાને કારણે જોખમમાં મુકાઈ શકે છે કારણકે HCQને કીડનીમાં થી રેનલ ક્લીયરન્સની પ્રક્રીયામાંથી પસાર કરીને આગળ મોકલવામાં આવે છે.

જે વ્યક્તિ મેક્યુલર ડીજનરેશન (રેટીનાની મધ્યમાં આવેલો બીંદૂ જેવો ભાગ) ધરાવે છે તેમને પણ જો HCQનો હાઈ ડોઝ દરરોજ આપવામાં આવે તો તેવા લોકો માટે પણ તે જીવલેણ સાબીત થઈ શકે છે.

સંશોધકોએ ગત અઠવાડીયે ‘નેચર મેડીસીન’ નામની જર્નલમાં જણાવ્યુ હતુ કે લેબ ટેસ્ટ વખતે એ સાબીત થયુ છે કે કોરોના વાયરસની શરીરના સેલ્સમાં પ્રવેશવાની ક્ષમતાને હાઇડ્રોક્સિક્લોરોક્વિને નહીવત કરી નાખી હતી, પરંતુ તેનાથી એમ માની લેવાને સ્થાન નથી કે હાઇડ્રોક્સિક્લોરોક્વિન લોકોના શરીરમાં પણ એ જ પ્રકારે વર્તે અથવા એક માનવ શરીર માટે લેબમાં થયેલા ટેસ્ટ જેટલી તીવ્ર પ્રક્રીયામાંથી પસાર થવુ શક્ય ન પણ હોય.

ચીનથી આવેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે ચીનની અલગ અલગ દસ હોસ્પીટલમાં સો જેટલા દર્દીઓની સારવાર કરવામાં તેમને ક્લોરોક્વિન મદદરૂપ થઈ હતી પરંતુ તે દરેક દર્દીઓના શરીરમાં અલગ અલગ કોઈને કોઈ બીમારી હતી તેમજ તે દરેક દર્દીને અલગ અલગ સમયગાળા માટે અલગ અલગ માત્રામાં આ ડોઝ આપવામાં આવ્યા હતા. આ દર્દીઓમાં કેટલાક દર્દીઓ એવા પણ હતા કે જેઓ કોઈપણ પ્રકારની દવા વગર જ સ્વસ્થ થયા હતા.

ફ્રેન્ચ સ્ટડીએ સૌથી વધુ ધ્યાન દોર્યુ હતુ. કોરોના વાયરસના ચેપગ્રસ્ત 26 દર્દીઓને ડૉક્ટરર્સે હાઇડ્રોક્સિક્લોરોક્વિનના ડોઝ આપ્યા હતા. આ દર્દીઓમાંના કેટલાક દર્દીઓ આ વાયરસથી ચેપગ્રસ્ત હતા પરંતુ તેમને કોઈ લક્ષણો દેખાયા ન હતા. આ દર્દીઓમાંથી કેટલાક દર્દીઓને એન્ટીબાયોટીક એઝીથ્રોમાઇસીન પણ આપવામાં આવી હતી.

આ 26 દર્દીઓમાંથી કેટલાક દર્દીઓ પરનો અભ્યાસ પુર્ણ થઈ શક્યો ન હતો માટે તેમના પર થયેલી અસરનુ અંતીમ પરીણામ ન મળી શક્યુ, પરંતુ આ 26 દર્દીઓમાં ત્રણ દર્દી એવા હતા જેમની હાલત વધુ બગડી હતી અને તેમને ઇન્ટેન્સીવ કેર માટે મોકલવામાં આવ્યા હતા. અન્ય એકનો રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેનુ મૃત્યુ થયુ હતુ અને અન્ય એક દર્દીએ ઉબકાને કારણે સારવાર લેવાનું છોડી દીધુ હતુ.

છ દીવસ બાદ એક પણ દર્દીને હાઇડ્રોક્સિક્લોરોક્વિન પ્લસ એઝીથ્રોમાઇસીનના ડોઝ આપવામાં આવ્યા ન હતા. આ દર્દીઓમાં નાકના પાછળના ભાગમાંથી સ્વેબ મળી આવ્યા હતા. આ દર્દીઓમાં 57% એવા દર્દી હતા જેમને માત્ર મેલેરીયાની દવા આપવામાં આવી હતી જ્યારે 12.5% દર્દી એવા હતા જેમને એક પણ પ્રકારની દવા આપવામાં આવી ન હતી.

આ અહેવાલ પ્રોત્સાહક જરૂર છે પરંતુ સારવારના પરીણામને ઘણી ચીજો અસર કરી શકે છે જેમ કે દર્દી કેટલી હદે બીમારીથી સંક્રમીત હતો, તેમને ક્યારે સારવાર આપનવામાં આવી, આ દવા સાથે તેમને બીજી કઈ કઈ સારવાર આપવામાં આવી તેમજ તેમની ઉંમર, જાતી અને તેમનુ આરોગ્ય...

તેથી જો Covid-19ની સારવાર માટે દર્દીને HCQ આપવામાં આવે તો તેને રેટીનાને લગતા નુકસાનનુ જોખમ વધુ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.