હૈદરાબાદ: એક નવા અધ્યયનમાં બહાર આવ્યું છે કે કોવિડ -19ને કારણે હોસ્પિટલ સેવાઓમાં વિક્ષેપના 12 અઠવાડિયાના ગાળાના આધારે, વિશ્વવ્યાપી 2.84 કરોડ વૈકલ્પિક શસ્ત્રક્રિયાઓ 2020માં રદ થવાની અથવા મુલતવી રાખવાની શકયતાઓ છે. બ્રિટિશ જર્નલ ઓફ સર્જરીમાં પ્રકાશિત થયેલ આ મોડેલિંગ અધ્યયન સૂચવે છે કે હોસ્પિટલ સેવાઓમાં વિક્ષેપના દરેક વધારાના અઠવાડિયામાં વધુ ૨4 લાખ શસ્ત્રક્રિયાઓ રદ કરવામાં આવશે.
સંશોધનકારોએ જણાવ્યું છે કે વિશ્વવ્યાપી 72.3% શસ્ત્રક્રિયાઓ કોવીડ-19 સંબંધિત વિક્ષેપના ટોચના સમયગાળા દરમિયાન રદ કરવામાં આવશે. મોટાભાગની રદ કરાયેલ શસ્ત્રક્રિયાઓ કેન્સર વિનાની સ્થિતિ માટે હશે. ઓર્થોપેડિક પ્રક્રિયાઓ મોટાભાગે રદ કરવામાં આવશે 12 અઠવાડિયાના સમયગાળા દરમિયાન વિશ્વભરમાં 63 લાખ ઓર્થોપેડિક શસ્ત્રક્રિયાઓ રદ કરવામાં આવી છે . એવું પણ અનુમાન કરવામાં આવે છે કે વૈશ્વિક સ્તરે ૨3 લાખ કેન્સર સર્જરી રદ કરવામાં આવશે અથવા મોકૂફ રાખવામાં આવશે.
યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના ગ્લોબલ સર્જરી પરના એન.આઈ.એચ.આર ગ્લોબલ હેલ્થ રિસર્ચ યુનિટના કન્સલ્ટન્ટ સર્જન અને સિનિયર લેક્ચરર અનીલ ભાંગુએ ટિપ્પણી કરી : “ હોસ્પિટલ માં દર્દીઓના .કોવીડ-19 ના સંપર્ક ના જોખમને ઘટાડવા માટે, કોવીડ-19 રોગચાળા દરમિયાન વૈકલ્પિક શસ્ત્રક્રિયાઓ રદ કરવામાં આવી છે અને હોસ્પિટલના વ્યાપક પ્રતિસાદને ટેકો આપવા માટે, ઉદાહરણ તરીકે ઓપરેટિંગ થિયેટરોને સઘન સંભાળ એકમમાં રૂપાંતરિત કરીને.
બર્મિંગહામ યુનિવર્સિટીના ગ્લોબલ સર્જરી પરના એન.આઈ.એચ.આર ગ્લોબલ હેલ્થ રિસર્ચ યુનિટના રિસર્ચ ફેલો ડૉ. ડીમિત્રી નેપોગોડિવે જણાવ્યું હતું કે, "હોસ્પિટલ સેવાઓ વિક્ષેપના દરેક અઠવાડિયામાં વધારાની, 43,300 શસ્ત્રક્રિયાઓ રદ કરવામાં આવી રહી છે, તેથી હોસ્પિટલો નિયમિતપણે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે તે મહત્વનું છે. જેથી વૈકલ્પિક શસ્ત્રક્રિયા વહેલી તકે ફરી શરૂ કરી શકાય.