મુંબઇ : દુનિયા અને દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. લોકો વાઇરસથી બચવા માટે અલગ- અલગ પ્રકારના ઉપાયો કરી રહ્યા છે. છતાં પણ વાયરસના સકંજામાં આવનારા લોકોની સંખ્યામાં દીવસે ને દીવસે વધારો થતો જઇ રહ્યો છે.
કોરોના વાયરસના કારણે અભિનેતા દિલીપ કુમારે પોતાને એકલતામાં રાખવાનો નિર્ણય કર્યો છે. માંદગીના કારણે હેરાન રહેતા 97 વર્ષના અભિનેતા દિલીપ કુમારે મોડી રાત્રે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.
દિલીપ કુમારે જણાવ્યું હતું કે કોરોના વાયરસના ચેપથી બચવા માટે સંપૂર્ણ એકલાતામાં જતો રહ્યો છુ અને સાયરા મારી કાળજી રાખી રહી છે. કોઇપણ પ્રકારના ઇન્ફેકશનથી બચવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી રાખી છે.
આ સાથે સાથે અભિનેતાએ તેમના ચાહકોને અપિલ કરી છે કે જેટલું બને તેટલું ઘરની અંદર રહી પોતાની અને બીજાની રક્ષા કરે. તેમજ કોરોના વાયરસથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્રારા આપેલા માર્ગદશકોનું પાલન કરે.