ETV Bharat / bharat

COVID-19નો પડકાર અને તબલિગી જમાત: તટસ્થ મૂલ્યાંકનની જરૂર - કોરોના પોઝિટિવ કેસ

આ લેખ લખતી વખતે (5 એપ્રિલે) Covid-19ના કુલ કેસ 3500થી વધી ગયા છે અને 4000નો આંક પણ જોતજોતામાં પાર કરશે એમ લાગે છે. તેમાં ચિંતાનું કારણ એ છે કે, ચેપના કન્ફર્મ્ડ કેસમાંથી 30 ટકા જેટલા માત્ર તબલિગી જમાત (TJ)ના લોકોના છે, જે માર્ચમાં દિલ્હીમાં એકઠા થયા હતા.

ETV BHARAT
COVID-19નો પડકાર અને તબલિગી જમાત: તટસ્થ મૂલ્યાંકનની જરૂર
author img

By

Published : Apr 5, 2020, 9:43 PM IST

ન્યૂઝ ડેસ્ક : નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા મરકઝમાં વાર્ષિક અધિવશેનમાં ભાગ લેવા દેશભરમાંથી લોકો આવ્યા હતા અને અત્યારે કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે, તેમાંથી આ જમાતના સભ્યોની સંખ્યા ઘણી વધારે છે.

કેટલા પ્રમાણમાં કેસો થયા તેનો ક્રમ રાજ્યો પ્રમાણે આ રીતનો છે: તામિલનાડુ, દિલ્હી, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્તાન, જમ્મુ અને કાશ્મીર, આસામ, કર્ણાટક, આંદામાન અને નિકોબાર, ઉત્તરાખંડ, હરિયાણા, મહારાષ્ટ્રી, હિમાચલ પ્રદેશ, કેરળ, અરૂણાચલ પ્રદેશ અને ઝારખંડ. આરોગ્ય જમાતના લોકો સહકાર આપવા તૈયાર નથી. તેના કારણે આ આંકડો હજીય વધી શકે છે તેવું આરોગ્ય તંત્રનું માનવું છે.

તેના પરિણામે ભારતમાં ગુસ્સો જોવા મળ્યો અને ટીવી તથા સોશિયલ મીડિયા પર પક્ષપાતી સમાચારો જોવા મળ્યા, જેના કારણે જમાત વિરુદ્ધની એક પેટર્ન જોવા મળી. સાથે જ તે મુસ્લિમ વિરોધી ઝોક પણ લેવા લાગી હતી. સામાજિક-રાજકીય વિભાજનના માહોલ વચ્ચે કોરોના વાઇરસને જાણે ધાર્મિક ડીએનએ હોય તે રીતે જોવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં જાતભાતની વાતો ફેલાવા લાગી હતી, જેમાં આમ પણ ફેક ન્યૂઝ અને ધિક્કાર ફેલાવાનું કામ જ વધારે થાય છે. રાજકીય ચર્ચામાં એ વાતે જોર પકડ્યું છે કે ભાજપ અને આરએસએસે આવી આરોગ્યની કટોકટી વખતે કોમવાદી લાગણી ઉશ્કેરવાનું કામ કર્યું છે.

આવી સ્થિતિમાં કેન્દ્રના આરોગ્ય પ્રધાન જે.પી.નડ્ડાએ પોતાના પક્ષના નેતાઓને વિનંતી કરી કે Covid-19 રોગચાળાને “રાજકીય રંગ આપવાનું ટાળો’ અને ‘વિભાજન કે વિરોધો’ કરવાનું ટાળો તે રાહતદાયક વાત છે. 4 એપ્રિલે દિલ્હીમાં મળેલી બેઠકમાં ભાજપના નેતાઓને એવું જણાવાયું હતું કે “દેશનું નેતૃત્ત્વ કરવાની મોટી જવાબદારી આવી પડી છે. વાઇરસ અને બીમારીને કારણે દુનિયાભરના લોકો પર જોખમ ઊભું થયું છે, બધા જ ધર્મના લોકો પર, ત્યારે કોઈએ ઉશ્કેરણીજનક નિવેદનો કરવા જોઈએ નહિ.”

તબલિગી જમાતના અગ્રણીઓ સામે આરોપો મૂકવા અને ઉશ્કેરણીજનક ટીપ્પણીઓ ના કરવા વિશે ખાસ સૂચના અપાઇ હતી તેવું નેતાઓએ પત્રકારોને જણાવ્યું હતું. ભાજપના એક નેતાએ કહ્યું હતું કે: “તબલિગીનો મામલો આવ્યો ત્યારે તેનો પુનરોચ્ચાર કરાયો હતો. સૂચના અપાઈ છે કે, આને કોમવાદી મુદ્દો ના બનાવવો. માત્ર લઘુમતી સમાજના નેતાઓ ટીપ્પણી કરવા માગતો હોય તો કરે. વાઇરસ સામેની લડતમાં આપણે એક થઈને રહેવાનું છે.”

એવા પુરાવા મળે છે કે, તબિલીગી મૌલવીઓએ કોરોના વિશે જાહેર કરાયેલી માર્ગદર્શિકાઓની અવગણના કરી હતી, પરંતુ આ મામલો સમજણના અભાવનો કે ખોટી ધર્મશ્રદ્ધાનો હતો તે નિષ્પણ અને હકિકતો આધારિત તપાસના આધારે જ નક્કી થઈ શકે. વિશ્વમાં જેહાદ અને ત્રાસવાદના મામલે માનસિકતા બનેલી છે ત્યારે તબલિગી જમાતની ઓળખને ધ્યાનમાં રાખીને આ તપાસમાં વિલંબ કરવો જોઈએ નહિ.

અફસોસની વાત એ છે કે, નિઝામુદ્દીનની ઘટના બની તે પછી અમુક પ્રકારના મીડિયામાં હાડોહાડ અમર્યાદ કવરેજ થયું હતું. ફેક ન્યૂઝ ચારે બાજુ ફરવા લાગ્યા હતા અને શાહીનબાગમાં એન્ટી-CAA પ્રદર્શન થયા હતા. તેની સાથે તબલિગી જમાતની પ્રવૃત્તિઓને જોડવાની પણ કોશિશ થઈ હતી.

બીજા કેસમાં ધિક્કાર ફેલાવાની કોશિશ થાય ત્યારે સરકાર જે રીતે ઝડપી પગલાં લે છે તે રીતે આ મામલાને ઉગતા જ ડામી દેવાની જરૂર હતી. પણ તેવું થયું નહોતું. તેથી નડ્ડાએ દરમિયાનગીરી કરી તે આવકાર્ય છે. આશા રાખીએ કે ભાજપના કાર્યકરો અને તેમના ટેકેદારો સોશિયલ મીડિયા પર પણ સંયમ રાખવાની સૂચના પાળશે.

એ રાહતદાયક છે કે કેટલાક રાજ્યોએ સમાજમાં ભાગલા થાય તેવી રીતે અહેવાલો આપવા સામે મીડિયાને ચેતવણી આપી હતી. ખાસ કરીને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની સરાહના કરવી જોઈએ, કેમ કે તેમણે આકરી ચેતવણી આપી હતી કે ફેક વીડિયો ચલાવી લેવામાં આવશે નહિ. તેમણે 4 એપ્રિલે ફેસબૂક પર ચેતવણી આપી હતી કે જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરાશે.

કાર્યક્રમમાં ભાગ લઈને પાછા ફરેલા તબલિગી જમાતના બધા જ સભ્યોને ઓળખીને તેમને ક્વૉરેન્ટાઇન કરાયા છે તેવી માહિતી આપીને ઠાકરે જણાવ્યું હતું કે: ‘કોરોના વાઇરસ જેવો બીજો વાયરસ પણ ફેલાઈ રહ્યો છે, જે સામાજિક સંવાદિતાને તોડનારો ફેક ન્યૂઝ અને કોમી ધિક્કારનો વાયરસ છે. થૂંકવામાં આવે છે વગેરેના કોઈ ફેક ન્યૂઝ કે વીડિયો ફેલાવશે તો કાયદો તેમને પકડી પાડશે. કોઈને છોડવામાં આવશે નહિ. ફન માટે આવું કરો નહિ.’’

આ બહુ સારી સલાહ છે અને આશા રાખીએ બીજા રાજ્યો પણ આવી ચેતવણી આપે. ભારતે તબક્કાવાર રાબેતા મુજબની સ્થિતિ તરફ પાછા વળવાનું છે. 21 દિવસ પછી આર્થિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે શરૂ કરવાની છે, ત્યારે એવી કોઈ પણ પ્રવૃત્તિ જે ભારતની વિશાળ વસતિમાં ભાગલા પડાવે તેને નકારી કાઢવાની છે.

લેખક : સી ઉદય ભાસ્કર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.