ETV Bharat / bharat

ભારતમાં કોરોનાઃ છેલ્લા 24 કલાકમાં 63,489 નવા પોઝિટિવ કેસ, 944 દર્દીના મોત

ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં દિન-પ્રતિદિન વધતા જાય છે, ત્યાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરનાના 63,489 નવા કેસ સામે આવ્યાં છે અને 944 લોકોના મોત થયા છે.

COVID-19
કોરોના
author img

By

Published : Aug 16, 2020, 12:16 PM IST

નવી દિલ્હી: કોરોના વાઈરસનું સંક્રમણ દેશભરમાં વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં કોરોનાના 63,489 નવા કેસ નોંધાયા છે અને 944 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાનો કુલ આંકડો પોઝિટિવ કેસનો 25,89,682 પર પહોંચ્યો છે. જેમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 6,77,444 છે. આ સાથે 18,62,258 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી 49,980 લોકોના મોત થયા છે.

ભારતમાં કોરોનાથી મૃત્યુઆંક ધટી રહ્યો છે. અમેરિકામાં 23 દિવસની અંદર કોરોનાથી અંદાજે 50,000ના મોત થયા હતા. ભારતમાં 156 દિવસમાં 50,000ના અંદાજે મોત થયા છે. એક દિવસમાં 7.46 લાખથી વધુ કોવિડ-19 તપાસ કરાઈ હતી. કોરોના મહામારી વચ્ચે 15 ઓગસ્ટના 7,46,608 લોકોના કોવિડ-19ની તપાસ થઈ હતી. સ્વાસ્થય મંત્રાલય અનુસાર, 15 ઓગસ્ટ સુઘીમાં કુલ 2,93,09,703 લોકોની તપાસ કરાઈ છે.

કોરોનાથી સૌથી પ્રભાવિત 5 રાજ્ય

રાજ્ય આંકડો
મહારાષ્ટ્ર 5,72,734
તમિલનાડુ 3,26,245
આંધ્રપ્રદેશ 2,73,885
કર્ણાટક 2,11,108
દિલ્હી 1,50,652

કોરોનાથી સૌથી વધુ મોત આ રાજ્યમાં થયા

રાજ્ય મોત
મહારાષ્ટ્ર 19,427
તમિલનાડુ 5,514
દિલ્હી 4,178
કર્ણાટક 3,717
ગુજરાત 2,746

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.