ETV Bharat / bharat

શાંઘાઈ કૉઓપર્રેશન ઓર્ગેનાઇઝેશનના સભ્યપદની કિંમત - વિદેશ મંત્રાલય ન્યૂઝ

આ વર્ષે ભારત 19મી SCO (શાંઘાઈ કૉઓપરેશન ઓર્ગેનાઇઝેશન)ની પરિષદનું યજમાન બનશે. આઠ સભ્ય દેશોના વડાઓ, તથા ચાર નિરીક્ષક દેશોના પ્રતિનિધિઓ અને બીજા આંતરરાષ્ટ્રીય ભાગીદારોને પરિષદ માટે આમંત્રણ આપવામાં આવશે. એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ 16 જાન્યુઆરી જણાવ્યું હતું.

shanghai
શાંઘાઈ
author img

By

Published : Jan 31, 2020, 5:56 AM IST

આ નિવેદનથી ઘણાને નવાઈ લાગી છે, કેમ કે SCOના સભ્ય તરીકે પાકિસ્તાનને પણ આમંત્રણ અપાશે તેવો અર્થ થયો. પાકિસ્તાન ત્રાસવાદી જૂથો સામે ‘વિશ્વસનીય, કાયમી અને પુષ્ટીપાત્ર’ પગલાં ના લે ત્યાં સુધી તેની સાથે કોઈ સંવાદ નહિ થાય તેવું વલણ ભારતે લીધેલું છે.

શું ભારતે પોતાનું વલણ બદલ્યું છે? તેના માટે કયા પરિબળ જવાબદાર? શું પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પરિષદમાં ભાગ લેવા ભારત આવશે? આવા પ્રશ્નો ઊભા થયા છે ત્યારે તેને સંદર્ભ સાથે સમજવા જરૂરી છે.

દુનિયાભરમાં અત્યારે નીતિ ઘડવૈયાઓ 'A B C' પડકારનો સામનો કરી રહ્યા છે. 'A' એટલે અનિશ્ચિત અમેરિકન નીતિ. રાજદ્વારી શાણપણમાં ના માનતા પ્રમુખ ટ્રમ્પની આગેવાની હેઠળ અમેરિકા શું કરશે તે સ્પષ્ટ થતું નથી. ઘરઆંગણે પોતાની વૉટ બેન્ક પર જ નજર રાખનારા ટ્રમ્પે દોસ્ત અને દુશ્મન બધાને વિમાણસમાં મૂક્યા છે.

'B' એટલે બ્રેક્ઝિટ, જેનો અમલ 31 જાન્યુઆરીથી શરૂ થઈ જવાનો છે. બ્રિટન યુરોપિય સંઘમાંથી નીકળી જાય તેના કારણે સંઘ મજબૂત બનશે કે, તેના તૂટવાની શરૂઆત થશે. એવા સવાલો ઊભા થઈ રહ્યા છે. યુરોપિય સંઘ સાથે કેવા પ્રકારની આર્થિક સમજૂતિ બ્રિટન કરશે? યુરો મજબૂત થશે કે નબળો પડશે? સંઘના અર્થતંત્ર પર કેવી અસરો થશે? અને નાટો પર શું અસર થશે તે સવાલો પણ છે.

નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન)ના મહામંત્રી જેન્સ સ્ટોલ્ટેનબર્ગે નોંધ્યું છે કે, બ્રેક્ઝિટ પછી નાટોના સંરક્ષણ ખર્ચના 80 ટકા યુરોપિય સંઘ બહારના દેશોમાંથી આવશે.

'C' એટલે ચીન પોતે, જેની ઝડપી પ્રગતિ, મહત્ત્વાકાંક્ષાને આક્રમક વલણને કારણે ઇન્ડો-પેસિફિક અને અન્યત્ર ભૌગોલિક-વ્યૂહાત્મક સ્થિતિમાં હલચલ મચેલી છે.

છેલ્લા 200 વર્ષમાં સૌથી વધુ ચીનના નૌકા દળની તાકાત વધી છે. જાપાન, વિયેટનામ, ફિલિપિન્સ અને ભારત સહિતના મોટા ભાગના પડોશી દેશો સાથે તે શીંગડા ભરાવી રહ્યું છે. દક્ષિણ ચીની સમુદ્રના ઘણા વિસ્તારોને તેણે કબજામાં લઈ લીધા છે અને કરાચી, જિબુટી વગેરેમાં પોતાનું લશ્કરી થાણું જણાવી રહ્યો છે.

ચીન પાસે અઢળક વિદેશી હૂંડિયામણની અનામત હતી તેનો ઉપયોગ કરીને BRI (બેલ્ટ એન્ડ રોડ ઇન્નિશિયેટિવ) મારફત ઘણા દેશોને દેવાંમાં ડૂબાડી દીધા છે.

આ બધા વચ્ચે ભારત જ એક એવો દેશ છે તેની સામે એક ચોથો પડકાર 'D'નો પડકાર પણ છે. આ પડકાર એટલે dastardly terrorism ઘાતક ત્રાસવાદનો છેલ્લા ચાર દાયકાથી ચાલ્યો આવતો પડકાર. ચીનના દોસ્ત બનેલા પાકિસ્તાન તરફથી ત્રાસવાદને પ્રોત્સાહન મળતું રહ્યું છે. ચીન અને પાકિસ્તાન બંને ભારતને આગળ વધતું અટકાવવા માગે છે.

ભારત છેલ્લા 6 દાયકાથી પાકિસ્તાન સાથે વાટાઘાટો કરીને જે કોઈ વિખવાદો છે તેને ઉકેલવા માટે કોશિશ કરતું રહ્યું છે, જેથી શાંતિમય સહઅસ્તિત્વ શક્ય બને. પરંતુ પાકિસ્તાનના જડ શાસકોની જડતાને કારણે તે શક્ય બન્યું નથી અને ભારતે નિર્ણય કરવો પડ્યો છે કે, ત્રાસવાદ અને વાતચીત બંને એક સાથે ચાલી શકે નહીં.

આ સંદર્ભમાં 16 જાન્યુઆરીએ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપેલા નિવેદનને કારણે કેટલાકને આશ્ચર્ય ઊભું થયું છે.

એ યાદ રાખવું જોઈએ કે ચીનની આગેવાની હેઠળ SCOની રચના 2001માં થઈ હતી. તેમાં રશિયા, ઉઝબેકિસ્તાન, કઝાખસ્તાન, તાજિકિસ્તાન અને કિર્ગીસ્તાનનો પણ સમાવેશ થાય છે. સભ્ય દેશો વચ્ચે રાજકીય, સંરક્ષણ, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાના હેતુથી તૈયાર થયેલા આ સંગઠનને NATO સામેના જૂથ તરીકે પણ જોવામાં આવે છે.

રશિયાના સમર્થન સાથે 2017માં ભારતને SCOમાં પૂર્ણકક્ષાના સભ્ય દેશ તરીકે જોડવામાં આવ્યું હતું. તે સાથે જ ચીનના આગ્રહથી પાકિસ્તાનને પણ સભ્ય બનાવાયું હતું.

ભારત હવે પહેલી વાર આ સંગઠનના શીખર પરિષદનું આયોજન કરશે, જે વર્ષના પાછલા હિસ્સામાં યોજાશે. ભારતે પાકિસ્તાનને આમંત્રણ આપ્યા સિવાય છુટકો નથી, નહિતો પરિષદ જ રદ કરવી પડે. આ સંગઠનમાં ભારત રચનાત્મક ભૂમિકા ભજવવા માગે છે, તેથી કોઈ વિવાદ ઊભો કરવા ઇચ્છશે નહિ. ભારત રશિયા સાથે સંબંધો વધુ ગાઢ કરવા માગે છે, ચીન સાથે સંવાદ ચાલુ રાખવા માગે છે અને મધ્ય એશિયાના દેશો સાથે સંબંધો વધારવા માગે છે.

આ લેખકને લાગે છે કે, ઇમરાન ખાન ભારતની મુલાકાતની તક જતી કરશે નહિ. તે શાંતિચાહક તરીકેની છાપ ઊભી કરવા માટે કોશિશ કરશે. બીજું ચીનના પ્રયાસો પણ એવા રહ્યા છે કે, ભારત ફરીથી પાકિસ્તાન સાથે વાટાઘાટોના મેજ પર બેશે. તે માટે જ ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કાશ્મીરનો મુદ્દો ઊભો કરવામાં આવ્યો હતો.

ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે, ત્યારે પાકિસ્તાન પણ વ્યૂહાત્મક રીતે દુનિયાની નજરે સારા દેખાવા માગે છે. FATF દ્વારા આર્થિક પ્રતિબંધો ના આવે અને અર્થતંત્ર સુધરે તે માટે પણ પાકિસ્તાન પ્રયાસો કરી રહ્યું છે. એક વાર તેમાંથી બહાર આવી જવાય તે પછી પાકિસ્તાનની પૂંછડી ફરી વાંકી થવાની છે - તે ફરી ભારત સામે ત્રાસવાદને ઉત્તેજન આપવાના કામે લાગી જશે.

પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવા માટે ભારતને મજબૂર બનવું પડે કે, પાકિસ્તાનના વડાને SCOની શીખર પરિષદમાં આમંત્રણ આપવું પડે તે ભારત માટે એક કિમત ચૂકવવા જેવું છે. SCO સંગઠનમાં સભ્યદેશ તરીકે રહેવા માટે ભારતે આટલી કિમત ચૂકવવી પડે. જો કે, તેની સામે આ સંગઠનમાં રહેવાથી ભારતને બીજા ઘણા વ્યાપક રાજકીય અને આર્થિક લાભો થવાના છે તે ભૂલવું જોઈએ નહિ.

વિષ્ણુ પ્રકાશ ભૂતપૂર્વ રાજદ્વારી અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અને વિદેશ બાબતોના વિશ્લેષક અને લેખક

Intro:Body:

શાંઘાઈ કૉર્પોરેશન ઓર્ગેનાઇઝેશનના સભ્યપદની કિંમત

આ વર્ષે ભારત 19મી SCO (શાંઘાઈ કૉઓપરેશન ઓર્ગેનાઇઝેશન)ની પરિષદનું યજમાન બનશે. આઠ સભ્ય દેશોના વડાઓ, તથા ચાર નિરીક્ષક દેશોના પ્રતિનિધિઓ અને બીજા આંતરરાષ્ટ્રીય ભાગીદારોને પરિષદ માટે આમંત્રણ આપવામાં આવશે, એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ 16 જાન્યુઆરી જણાવ્યું હતું.

આ નિવેદનથી ઘણાને નવાઈ લાગી છે, કેમ કે SCOના સભ્ય તરીકે પાકિસ્તાનને પણ આમંત્રણ અપાશે તેવો અર્થ થયો. પાકિસ્તાન ત્રાસવાદી જૂથો સામે ‘વિશ્વસનીય, કાયમી અને પુષ્ટીપાત્ર’ પગલાં ના લે ત્યાં સુધી તેની સાથે કોઈ સંવાદ નહિ થાય તેવું વલણ ભારતે લીધેલું છે.  

શું ભારતે પોતાનું વલણ બદલ્યું છે? તેના માટે કયા પરિબળ જવાબદાર? શું પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પરિષદમાં ભાગ લેવા ભારત આવશે? આવા પ્રશ્નો ઊભા થયા છે ત્યારે તેને સંદર્ભ સાથે સમજવા જરૂરી છે.

દુનિયાભરમાં અત્યારે નીતિ ઘડવૈયાઓ 'A B C' પડકારનો સામનો કરી રહ્યા છે. 'A' એટલે અનિશ્ચિત અમેરિકન નીતિ. રાજદ્વારી શાણપણમાં ના માનતા પ્રમુખ ટ્રમ્પની આગેવાની હેઠળ અમેરિકા શું કરશે તે સ્પષ્ટ થતું નથી. ઘરઆંગણે પોતાની વૉટ બેન્ક પર જ નજર રાખનારા ટ્રમ્પે દોસ્ત અને દુશ્મન બધાને વિમાણસમાં મૂક્યા છે.

'B' એટલે બ્રેક્ઝિટ, જેનો અમલ 31 જાન્યુઆરીથી શરૂ થઈ જવાનો છે. બ્રિટન યુરોપિય સંઘમાંથી નીકળી જાય તેના કારણે સંઘ મજબૂત બનશે કે તેના તૂટવાની શરૂઆત થશે - એવા સવાલો ઊભા થઈ રહ્યા છે. યુરોપિય સંઘ સાથે કેવા પ્રકારની આર્થિક સમજૂતિ બ્રિટન કરશે? યુરો મજબૂત થશે કે નબળો પડશે? સંઘના અર્થતંત્ર પર કેવી અસરો થશે? અને નાટો પર શું અસર થશે તે સવાલો પણ છે.

નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન)ના મહામંત્રી જેન્સ સ્ટોલ્ટેનબર્ગે નોંધ્યું છે કે બ્રેક્ઝિટ પછી નાટોના સંરક્ષણ ખર્ચના 80% યુરોપિય સંઘ બહારના દેશોમાંથી આવશે.

'C' એટલે ચીન પોતે, જેની ઝડપી પ્રગતિ, મહત્ત્વાકાંક્ષા ને આક્રમક વલણને કારણે ઇન્ડો-પેસિફિક અને અન્યત્ર ભૌગોલિક-વ્યૂહાત્મક સ્થિતિમાં હલચલ મચેલી છે.

છેલ્લા 200 વર્ષમાં સૌથી વધુ ચીનના નૌકા દળની તાકાત વધી છે. જાપાન, વિયેટનામ, ફિલિપિન્સ અને ભારત સહિતના મોટા ભાગના પડોશી દેશો સાથે તે શીંગડા ભરાવી રહ્યું છે. દક્ષિણ ચીની સમુદ્રના ઘણા વિસ્તારોને તેણે કબજામાં લઈ લીધા છે અને કરાચી, જિબુટી વગેરેમાં પોતાનું લશ્કરી થાણું જણાવી રહ્યો છે.

ચીન પાસે અઢળક વિદેશી હૂંડિયામણની અનામત હતી તેનો ઉપયોગ કરીને BRI (બેલ્ટ એન્ડ રોડ ઇન્નિશિયેટિવ) મારફત ઘણા દેશોને દેવાંમાં ડૂબાડી દીધા છે.

આ બધા વચ્ચે ભારત જ એક એવો દેશ છે તેની સામે એક ચોથો પડકાર 'D'નો પડકાર પણ છે. આ પડકાર એટલે dastardly terrorism ઘાતક ત્રાસવાદનો છેલ્લા ચાર દાયકાથી ચાલ્યો આવતો પડકાર. ચીનના દોસ્ત બનેલા પાકિસ્તાન તરફથી ત્રાસવાદને પ્રોત્સાહન મળતું રહ્યું છે. ચીન અને પાકિસ્તાન બંને ભારતને આગળ વધતું અટકાવવા માગે છે.

ભારત છેલ્લા 6 દાયકાથી પાકિસ્તાન સાથે વાટાઘાટો કરીને જે કોઈ વિખવાદો છે તેને ઉકેલવા માટે કોશિશ કરતું રહ્યું છે, જેથી શાંતિમય સહઅસ્તિત્વ શક્ય બને. પરંતુ પાકિસ્તાનના જડ શાસકોની જડતાને કારણે તે શક્ય બન્યું નથી અને ભારતે નિર્ણય કરવો પડ્યો છે કે ત્રાસવાદ અને વાતચીત બંને એક સાથે ચાલી શકે નહિ.

આ સંદર્ભમાં 16 જાન્યુઆરીએ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આપેલા નિવેદનને કારણે કેટલાકને આશ્ચર્ય ઊભું થયું છે.

એ યાદ રાખવું જોઈએ કે ચીનની આગેવાની હેઠળ SCOની રચના 2001માં થઈ હતી. તેમાં રશિયા, ઉઝબેકિસ્તાન, કઝાખસ્તાન, તાજિકિસ્તાન અને કિર્ગીસ્તાનનો પણ સમાવેશ થાય છે. સભ્ય દેશો વચ્ચે રાજકીય, સંરક્ષણ, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાના હેતુથી તૈયાર થયેલા આ સંગઠનને NATO સામેના જૂથ તરીકે પણ જોવામાં આવે છે. 

રશિયાના સમર્થન સાથે 2017માં ભારતને SCOમાં પૂર્ણકક્ષાના સભ્ય દેશ તરીકે જોડવામાં આવ્યું હતું. તે સાથે જ ચીનના આગ્રહથી પાકિસ્તાનને પણ સભ્ય બનાવાયું હતું.

ભારત હવે પહેલી વાર આ સંગઠનના શીખર પરિષદનું આયોજન કરશે, જે વર્ષના પાછલા હિસ્સામાં યોજાશે. ભારતે પાકિસ્તાનને આમંત્રણ આપ્યા સિવાય છુટકો નથી, નહિતો પરિષદ જ રદ કરવી પડે. આ સંગઠનમાં ભારત રચનાત્મક ભૂમિકા ભજવવા માગે છે, તેથી કોઈ વિવાદ ઊભો કરવા ઇચ્છશે નહિ. ભારત રશિયા સાથે સંબંધો વધુ ગાઢ કરવા માગે છે, ચીન સાથે સંવાદ ચાલુ રાખવા માગે છે અને મધ્ય એશિયાના દેશો સાથે સંબંધો વધારવા માગે છે.

આ લેખકને લાગે છે કે ઇમરાન ખાન ભારતની મુલાકાતની તક જતી કરશે નહિ. તે શાંતિચાહક તરીકેની છાપ ઊભી કરવા માટે કોશિશ કરશે. બીજું ચીનના પ્રયાસો પણ એવા રહ્યા છે કે ભારત ફરીથી પાકિસ્તાન સાથે વાટાઘાટોના મેજ પર બેશે. તે માટે જ ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કાશ્મીરનો મુદ્દો ઊભો કરવામાં આવ્યો હતો.

ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે, ત્યારે પાકિસ્તાન પણ વ્યૂહાત્મક રીતે દુનિયાની નજરે સારા દેખાવા માગે છે. FATF દ્વારા આર્થિક પ્રતિબંધો ના આવે અને અર્થતંત્ર સુધરે તે માટે પણ પાકિસ્તાન પ્રયાસો કરી રહ્યું છે. એક વાર તેમાંથી બહાર આવી જવાય તે પછી પાકિસ્તાનની પૂંછડી ફરી વાંકી થવાની છે - તે ફરી ભારત સામે ત્રાસવાદને ઉત્તેજન આપવાના કામે લાગી જશે.

પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવા માટે ભારતને મજબૂર બનવું પડે કે પાકિસ્તાનના વડાને SCOની શીખર પરિષદમાં આમંત્રણ આપવું પડે તે ભારત માટે એક કિમત ચૂકવવા જેવું છે. SCO સંગઠનમાં સભ્યદેશ તરીકે રહેવા માટે ભારતે આટલી કિમત ચૂકવવી પડે. જોકે તેની સામે આ સંગઠનમાં રહેવાથી ભારતને બીજા ઘણા વ્યાપક રાજકીય અને આર્થિક લાભો થવાના છે તે ભૂલવું જોઈએ નહિ.

વિષ્ણુ પ્રકાશ ભૂતપૂર્વ રાજદ્વારી અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા અને વિદેશ બાબતોના વિશ્લેષક અને લેખક

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.