નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, કોરોના વાઇરસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારો 3 મે સુધી લંબાવાયેલા લોકડાઉન અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
વધુમાં તેમણે કહ્યું કે, વિગતવાર માર્ગદર્શિકામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કઇ સેવામાંથી છૂટ મળી શકે. રાજ્યોના મુખ્ય સચિવો ઉપરાંત પોલીસ મહાનિર્દેશક સાથે પણ વીડિયો કોન્ફરન્સથી સલાહ સૂચન લેવામાં આવી રહ્યાં છે.
તેમણે કહ્યું કે, હાલ રાજ્યોમાં કોરોના હોટસ્પોટ્સ અંગે ચર્ચા થઈ હતી. દેશના જિલ્લાઓને 3 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવશે. જેમાં એક હોટસ્પોટ ડિસ્ટ્રિક્ટ, બીજો નોન-હોટસ્પોટ ડિસ્ટ્રિક્ટ અને એવા કેટલાક જિલ્લાઓ જ્યાં કોઈ કેસ નોંધાયા નથી એ ગ્રીન ઝોન ડિસ્ટ્રિક્ટ.
કોરોના વિશે વાત કરતા ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચના ચીફ ડૉ. ગંગા ખેડકરે કહ્યું કે, આ વાઇરસ પહેલા ચામચીડિયામાંથી પેંગોલિન આવ્યો ત્યારબાદ મનુષ્ય સુધી પહોંચ્યો હતો.