મુંબઈઃ મુંબઈના ધારાવીમાં કોવિડ-19ના 36 નવા કેસ નોંધાયા છે, જેમાં આ વિસ્તારમાં કેસની કુલ સંખ્યા 1,675 છે. બીએમસીના અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં આ વાઈરસથી કોઈ મોત નીપજ્યું નથી.
તેમણે કહ્યું કે, 36 નવા કેસોમાંથી પાંચ મહાનગર પાલિકાની ચૉલમાં મળી આવ્યાં છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાંની એક ધારાવીમાં 6.5 લાખ કરતા વધુ લોકો 2.5 ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રહે છે.