લોકડાઉનની જાહેરાત કરતાં પહેલાં એક સુઆયોજિત પ્લાનની વ્યવસ્થાએ ગરીબોને રક્ષણ પૂરું પાડ્યું હોત. દૂરંદેશીનો અભાવ મેડિકલ ઉપકરણો બનાવતી ફેક્ટરીઓ સહિતની તમામ ફેક્ટરીઓ, કારખાનાં બંધ કરી દેવાયાં, તેમાંથી પણ વર્તાય છે. અને બંધ પણ ત્યારે કરવામાં આવ્યાં, જ્યારે આ ઉદ્યોગે કોરોનાવાઇરસ સામેના જંગમાં હથિયારો પૂરાં પાડવા માટે ઉત્પાદનને વેગવંતુ કરવું જરૂરી છે.
અસરકારક સોશ્યલ ડિસ્ટન્સિંગ (લોકડાઉન જેનું અંતિમવાદી સ્વરૂપ છે, તે)થી કોરોનાવાઇરસ પ્રસરતો અટકતો હોવાના અન્ય દેશોમાંથી અઢળક પુરાવા મળ્યા છે. અને અમલીકરણને લગતી સમસ્યાઓ મોજૂદ હોવા છતાં, ભારતમાં લોકડાઉન કોરોનાવાઇરસના પ્રસારને ધીમો કરશે. જોકે, ત્રણ સપ્તાહ સુધી લોકડાઉનનો અમલ કરવા માત્રથી વાઇરસ નાશ પામશે, એવું માની લેવાની ભૂલ કરવી જોઇએ નહીં. લોકડાઉનને કારણે મળેલા એક્સ્ટ્રા ટાઇમનો ઉપયોગ મેડિકલ કેર (વેન્ટિલેટરનું સંપાદન કરવું, વધુ સંખ્યામાં આઇસીયુ બેડ્ઝ અને ઓછી ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓ માટે વધુ સંખ્યામાં નોન આઇસીયુ બેડ્ઝ), આઇસોલેશન, સંપર્કને ટ્રેસ કરવો (શોધ કરવી) તેમજ ટેસ્ટિંગ માટેની ક્ષમતા વધારવા માટે કરવો જોઇએ. તમામ હેલ્થકેર પ્રોવાઇડર્સને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (વ્યક્તિગત રક્ષણ માટેનાં ઉપકરણો) પૂરાં પાડવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવા જોઇએ, કારણ કે કોરોનાવાઇરસ સામેની લડતમાં તેઓ અગ્રિમ સૈનિકો છે. વળી, સામાન્ય જનતા માટે (હેલ્થકેર વર્કર્સ માટે માસ્ક્સનો મર્યાદિત પુરવઠો રાખવા માટેની ઇચ્છા દ્વારા પ્રેરિત) માસ્ક્સની અસરકારકતા પર કેટલાક મિશ્રિત મેસેજોથી અલગ દરેક વ્યક્તિ માટે માસ્ક્સનો પૂરતો પુરવઠો પ્રત્યેક વ્યક્તિને રક્ષણ પૂરં પાડશે. દરેક વ્યક્તિનું પરીક્ષણ કરવું શક્ય નથી અને સંપર્કમાં આવેલી અને ચેપ ધરાવતી વ્યક્તિઓ પણ વાઇરસ ફેલાવી શકે છે, ત્યારે જો તમામ લોકો જાહેરમાં માસ્ક પહેરે, તો બધાં સલામત રહેશે.
ભારતમાં વર્તમાન લોકડાઉન તેમજ – સંભવિત ચિત્ર ઉપસી રહ્યું છે તે - ભાવિ લોકડાઉનનો આર્થિક ફટકો ઘણો મોટો થવાનો છે અને ગરીબોએ તેનું ઘણું મોટું ભારણ વહન કરવાનું આવશે. જોકે, જો કોરોનાવાઇરસ ભારતમાં વ્યાપક સ્તરે ફેલાય, તો ગરીબ માટે બિમારીના ભારણ દ્વારા ઉપર જણાવેલું ભારણ ઓછું થઇ જશે. દેશનો ગરીબ વર્ગ ગીચ ક્વાર્ટરમાં, બિન-આરોગ્યપ્રદ સ્થિતિમાં વસવાટ કરે છે અને તેમની રોગપ્રતિકારક શક્તિ પ્રમાણમાં નબળી હોય છે તથા શારીરિક પ્રકૃતિ રોગિષ્ઠ હોય છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, ખાનગી લેબોરેટરી ટેસ્ટ માટે હજ્જારો રૂપિયા વસૂલે છે. સરકારે ખાનગી તેમજ સરકારી, એમ બંને પ્રકારની હોસ્પિટલોમાં ટેસ્ટ અને સારવારનો તમામ ખર્ચ આવરી લેવો જોઇએ, જેથી તેમનામાં જો બિમારીનાં કોઇ લક્ષણો હોય, તો તેઓ ટેસ્ટ કરાવવા માટે સંમત થાય. તેમની ગીચતાભરી જીવનશૈલીની વ્યવસ્થાને જોતાં, ઘરે આઇસોલેશનમાં રહેવું એ ગરીબ માટે વાસ્તવવાદી વિકલ્પ નથી, જેને કારણે સરકારે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થાની ગોઠવણ કરવી અનિવાર્ય બને છે.
હવે તો એ સર્વવિદિત છે કે, ઇટાલાં જ્યારે સંખ્યાબંધ લોકો હોસ્પિટલના મર્યાદિત સંસાધનો માટે સ્પર્ધામાં ઊતરી પડ્યા હતા, ત્યારે ત્યાંના ડોક્ટરોએ કોને બચાવવા તેના હૃદય વિદારક નિર્ણયો લેવા પડ્યા હતા. જેમનાં સંભવિત આયુષ્યનાં વધુ વર્ષો બચ્યાં હોય, તેવા (એટલે કે, યુવાન, તંદુરસ્ત દર્દીઓને બચાવવા) દર્દીઓને પ્રાથમિકતા આપવાની નૈતિક માર્ગદર્શિકાનું તેમણે પાલન કર્યું હતું. ભારતની વાસ્તવિકતાથી પરિચિત હોય, તેવી કોઇપણ વ્યક્તિ માટે એ ધારણા કરવી સરળ છે કે, આવી સ્થિતિમાં ડોક્ટરો કોને બચાવશે. ૭૫ વર્ષના ધનાઢ્ય વૃદ્ધ અને ૩૦ વર્ષની વયની ગરીબ મહિલામાંથી, મેડિકલ સ્તરે ધનાઢ્ય વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવે, તેવી પ્રબળ શક્યતા રહે છે. આવી પરિસ્થિતિને દૂર કરવા માટેનો એકમાત્ર માર્ગ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) જેવી મેડિકલ સંસ્થાઓ સાથે સલાહ મસલત કરીને નૈતિક માર્ગદર્શિકાનો એક સ્પષ્ટ સેટ વિકસાવવાનો છે, જેથી વ્યક્તિગત ડોક્ટરે આવી પરિસ્થિતિમાં બિનસૈદ્ધાંતિક નિર્ણયો લેવા માટે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાનો ન રહે. આમ કરવાથી કાર્યના પ્રચંડ દબાણની સાથે સાથે દર્દીઓના પરિવારજનોના દબાણનો પણ અનુભવ કરનારા ડોક્ટરો તથા હોસ્પિટલના વહીવટી તંત્રોને મદદ મળી રહેશે. જ્યારે હેલ્થકેરમાં રાહત મળશે, ત્યારે ગરીબ લોકો સૌથી છેવાડે ઊભા હશે. હોસ્પિટલનો ચાર્જ ચૂકવવાની ક્ષમતાના આધારે કયા દર્દીને વેન્ટિલેટર પર મૂકવાની પ્રાથમિકતા આપવી – તે ડોક્ટરો અને હોસ્પિટલોએ નિર્ણય લેવા માટેનો સૌથી છેલ્લો માપદંડ હોવો જોઇએ, તેમ અમે ઇચ્છીએ છીએ. તેનાથી સરકાર માટે લોકડાઉનનાં આ ત્રણ સપ્તાહ રેશનિંગની જરૂરિયાત ક્યાં છે તે સ્થિતિમાં સંભાળની પ્રાથમિકતા કેવી રીતે નક્કી કરવી તે પ્રસ્થાપિત કરવું ફરજિયાત બનશે.
પ્રિયરંજન ઝા, પ્રોફેસર ઓફ ઇકોનોમિક્સ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ઇર્વિન, અમેરિકા