ભોપાલ: કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે. આવી સ્થિતિમાં, તેની તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના કારણે તેની પરીક્ષણ કીટ બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે ભોપાલના ગોવિંદપુરામાં આવેલી કિલપેસ્ટ કંપનીએ કોરોના પરીક્ષણ માટે કીટ તૈયાર કરી છે, જેને ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) તરફથી માન્યતા મળી છે. હવે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ એન્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તરફથી માન્યતા પ્રાપ્ત થયા બાદ, એક અઠવાડિયામાં કીટ બનાવવાનું કામ શરૂ થઈ જશે.
આ એક કિટથી 100 સેમપ્લ એકસાથે ટેસ્ટ કરી શકાશે જ્યારે આ ટેસ્ટ કરતા અંદાજે અઢી કલાકનો સમય લાગશે જે ખૂબ જ ઓછો છે.