નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણે તમામ રેકોર્ડ તોડ્યો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 45,720 કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા 12,38,635 પર પહોંચી છે. કોરોના મહામારીના કારણે દેશમાં અત્યાર સુધીમાં 29,861 લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1129 લોકોના મોત પણ સામેલ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી 8 કલાકે બહાર પાડેલા આંકડાઓ અનુસાર દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4,26,167 પર પહોંચી છે. કુલ સંક્રમિતોમાંથી 7,82,606 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
દેશમાં કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થવાના રેશિયામાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે ઘટાડો થયો હતો જેમાં સોમવારે આ રિકવરી રેટ સોમવારે 62.72 ટકા રહ્યો હતો. તેનાથી વિરૂદ્ધ મૃત્યુ દરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને અત્યાર સુધી 2.43 ટકા રહ્યો છે.
5 રાજ્યના આંકડાઓ
- કોરોના સંક્રમણમાં 5 રાજ્યો સૌથી વધુ પ્રભાવિત થયા છે
મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ
- કોરોના સંક્રમણમાં મહારાષ્ટ્ર 3,37,607 સાથે ટોંચ પર
- તમિલનાડુ 1,86,492
- દિલ્હી 1,26,323
- કર્ણાટક 75,833
- આંધ્ર પ્રદેશમાં 64,713 કેસ નોંધાયા છે.
સંક્રમણમાં સૌથી વધુ મોત 12,556 મહારાષ્ટ્રમાં થયા છે, ત્યારબાદ દિલ્હી 3719, તમિલનાડુ 3144, કર્ણાટક 1519 અને આંધ્ર પ્રદેશમાં 823 લોકોના મોત નિપજ્યા છે.