હૈદરાબાદઃ ભારતમાં કોરોનાવાઈરસના સંક્રમણથી 27,497 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર થયેલા આંકડાઓ મુજબ જોઈએ તો કોરોના વાઈરસ સંક્રમિત લોકોની સંખ્યામાં અધધ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 40,425 કેસ સામે આવ્યાં છે. જ્યારે 681 લોકોના કોરોનાથી મોત થયા છે.
સમગ્ર ભારતમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 11,18,043 સુધી પહોંચી છે. જેમાં 3,90,459 કેસ એક્ટિવ છે અને 7,00,087 કોરોના સંક્રમિત લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 27, 497 લોકોના મોત થયાં છે.
અલગ અલગ જગ્યાઓ પર ચાલી રહેલી સારવારમાં મોટા ભાગના લોકો સ્વસ્થ પણ થઈ રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર લોકોના સાજા થવાનો દર 62.86 ટકા છે.