હૈદરાબાદઃ જેકબ બુરિનેસ્કુ નામનો એક રોમાનિયન જેવીશ ઇમિગ્રન્ટ ન્યૂયોર્ક શહેરના લોઅર ઇસ્ટ સાઇડમાં રહેતો હતો. તે ક્લીનિંગ બિઝનેસ ચલાવતો હતો અને યિદીશ થિયેટર સમુદાયનો એક સભ્ય હતો. 1918માં જ્યારે ખોટી રીતે નામ અપાયેલો સ્પેનિશ ફ્લુ આવ્યો ત્યારે તેણે તેના અભિનેતા મિત્રોની સંભાળ લેવાનું શરૂ કર્યું. આ કામ તેણે જ્યાં સુધી તે પોતે તે રોગથી સંક્રમિત ના થયો ત્યાં સુધી ચાલુ રાખ્યું. તે વખતે વૈશ્વિક મહામારીને કારણે સમગ્ર દુનિયામાં થયેલા 5 કરોડ મોતમાં આ જેકબનો પણ સમાવેશ થતો હતો.
બે દાયકા અગાઉ, હોંગકોંગમાં ગીચ વસતી ધરાવતી ચીની વસાહત ગાંઠિયા તાવની વૈશ્વિક મહામારીના ત્રીજા દોરમાં સપડાઇ હતી. અંગ્રેજોએ તે વખતે જે વ્યક્તિ બીમાર જેવો દેખાય તેને ઘરમાંથી બહાર કાઢીને આ બીમારીને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. આને કારણે હોંગકોંગમાં હિંસક સાંસ્કૃતિક તણાવ પેદા થયો હતો. ચીનના યુનાનથી પેદા થયેલી આ બીમારી બાદમાં બ્રિટિશ ઇન્ડિયા સુધી ફેલાઇ હતી જેમાં લાખો લોકોના મોત થયા હતા.
અને તેના બે દાયકા અગાઉ ફિઝિશિયન અને સાયન્ટિસ્ટ રોબર્ટ કોકે જાહેરાત કરી હતી કે તેણે બેક્ટેરિયા પેદા કરતા એન્થ્રેક્સની ઓળખ કરી લીધી છે. આ એક મોટી બાયોમેડિકલ સિદ્ધિ હતી અને તેણે આધુનિક બેક્ટેરિયોલોજીના ઉદયનો પાયો નાંખ્યો હતો. કોકની શોધને કારણે ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી અને કોલેરા પેદા કરતા માઇક્રોબાયલ એજન્ટ્સની ઓળખ કરવામાં પણ મદદ મળી હતી. આ શોધને કારણે ચેપી રોગોના સિદ્ધાંતને એક નવી દિશા મળી અને તેના પગલે જાહેર આરોગ્ય ક્ષેત્રમાં અનેક નવી શોધો થઇ. તેની શોધોને કારણે સમગ્ર વિશ્વમાં રોગચાળાની ગતિને ધીમી પાડવામાં અને તેને અટકાવવામાં વૈજ્ઞાનિક અભિગમોમાં પરિવર્તન લાવવામાં મદદ મળી હતી. રોબર્ટ કોચને માનવજાતના વિવિધ રોગો સામેના બચાવ યુદ્ધમાં અનેરું યોગદાન આપવા બદલ 1905માં નોબલ પુરસ્કાર મળ્યો હતો.
લગભગ અડધી સદીના સમયગાળામાં વિશ્વના ત્રણ ખંડોમાં ફેલાયેલા આ રોગચાળા ભલે એકબીજાથી ભિન્ન હોય પરંતુ તેના પરિણામો આપણને એક જ હકીકત કહે છે કે બેક્ટેરિયા અને વાયરસ આપણામાં વસે છે, જેવી રીતે આપણે શહેરોમાં વસીએ છીએ. માનવજાત અને બેક્ટેરિયા તેમજ વાયરસ સદીઓથી એકબીજાની સાથે રહેતા આવ્યા છે.
હવે આ રોગ ક્યાંથી પેદા થયો તેના અંગે વિશ્વના રાષ્ટ્રીય નેતાઓએ એકબીજા પર આક્ષેપો કરવાનું શરૂ કર્યું છે. હાલની પરિસ્થિતિ ભૂતકાળના તે દિવસોને ફરીથી દોહરાવે છે જ્યારે નેપલ્સના લોકોએ સિફિલિસને “ફ્રેન્ચ બીમારી” કહી હતી જ્યારે ફ્રાન્સે તેને “ઇટાલિયન બીમારી” ગણાવી હતી. હોલેન્ડના લોકોએ તેને સ્પેનિશ ગણાવી તો રશિયાએ પોલેન્ડ તરફ અંગુલીનિર્દેશ કર્યો હતો જ્યારે તૂર્કીએ તેને “ખ્રિશ્ચિયન બીમારી” કહેવાનું નક્કી કર્યું હતું.
તેવી જ રીતે, કોવિડના રોગચાળાને નાથવા જાહેર આરોગ્યના યુદ્ધ સ્તરીય પગલાં પણ હવે અનિવાર્ય બની રહ્યા છે. પહેલાં ચીન, બાદમાં દક્ષિણ કોરીયા, ઇરાન, ઇટાલી અને ટૂંક સમયમાં આખું વિશ્વ આ ગુપ્ત દુશ્મન સામેના યુદ્ધમાં જોતરાયું છે. આ વાયરસને પરાસ્ત કરવો જ પડશે, અથવા બ્રિટિશ વડાપ્રધાને વચન આપ્યું હતું તેમ કમસે કમ તેને “રુખસત” તો આપવી જ પડશે.
અનિશ્ચિતતા એ વૈશ્વિક મહામારીનું વધુ એક પરિણામ છે. 20મી સદીની શરૂઆતમાં ન્યૂ યોર્કમાં રહેતો જેકબ બુરિનેસ્કુન હોય કે ગયા વર્ષે હુબેઇનો આધેડ વયનો દર્દી, બંનેમાંથી કોઇને ખબર ન હતી કે તેઓ શેના કારણે બીમાર પડ્યા છે, તેમને ચેપ ક્યાંથી લાગ્યો છે અને તેનો અંત શું આવશે. આપણને પણ હજુ સુધી સ્પષ્ટ ખબર નથી કે સંશોધન હેઠળની કઇ દવા કે રસીથી દર્દી સાજો થશે અને વિશ્વ કોવિડ-19ની ભાવિ પાયમાલીને અટકાવવામાં મદદ મળશે.
રોગચાળો અને વૈશ્વિક મહામારી આપણને માત્ર તેના મૃત્યુ આંકથી જ નથી ડરાવી રહ્યા તે ભવિષ્ય માટે આગાહી કરવાની અને આયોજન કરવાની આપણી ક્ષમતાઓને પણ પડકારી રહ્યા છે. આ વૈશ્વિક મહામારી કેટલો સમય ચાલશે? આ સમસ્યાનો અંત ક્યારે આવશે? વૈશ્વિક સ્તરે અર્થતંત્રની સ્થિતિ શું રહેશે? અને આ રોગચાળાનો અંત કેવી રીતનો હશે? આ પ્રશ્નો આપણ સૌને સતાવી રહ્યા છે.
કોરોના વાયરસના આ યુગમાં આપણે બે શબ્દોના મહત્વથી બહુ સારી રીતે પરિચિત થયા છીએ. સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેલ્ફ-આઇસોલેશન. એટલે કે એક બીજાથી અંતર રાખવું અને પોતાની જાતને સમગ્ર વિશ્વથી અલગ કરી દેવી. આપણે કોવિડ-19એ આપણી, સંક્રમિત કે બિનસંક્રમિત લોકો સામે, જે કઠીન સ્થિતિ પેદા કરી છે તેનો પ્રમાણમાં આ અઘરી જણાતી બે રીતભાત દ્વારા જ સામનો કરી શકીએ તેમ છીએ.
જાપાનમાં હિકિકોમોરીનો એક દોર ચાલ્યો હતો જેમાં ડિજિટલ મીડિયાનો બેફામ રીતે ઉપયોગ કરતા, ખાસ કરીને, યુવાનો પોતાની જાતને એક ઓરડામાં બંધ કરી દેતા હતા. જાપાનની આ ઘટનાનો અભ્યાસ કરનારા લોકોએ સમાજથી અલગ રહેવાની આ ક્રિયાના વિશેષ સંસ્કરણના ગંભીર માનસિક આરોગ્ય પરિણામોનું વર્ણન કરેલું છે.
કોરોનાનો સામનો કરવા માટે આપણને જે સેલ્ફ-આઇસોલેશન માટે પ્રોત્સાહિત કરવામાં આ છે તે અગાઉના સમયના ક્વૉરન્ટાઇનનું વધુ ઉદાર સંસ્કરણ, સ્વૈચ્છિક સ્વરૂપ છે. અને આ સેલ્ફ-આઇસોલેશન આપણા સૌ માટે એક નવો જ અનુભવ છે. પરંતુ આપણા માનસિક આરોગ્ય માટે તેના પૂર્ણ પરિણામો કોરોનાના શારીરિક પરિણામો કરતા કદાચ વધુ ગંભીર હશે.
વક્ત વક્તકી બાત હૈ, કે જે ડિજિટલ ટેક્નોલોજીને કારણે હિકિકોમોરીથી પીડાતા યુવકો એકલતા અનુભવતા હતા કદાચ તે જ ડિજિટલ ટેક્નોલોજી આજે આપણને ભૌતિક અંતર અને સામાજિક સાબૂતપણા વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરી રહી છે.