નવી દિલ્હીઃ શહેરની રોહિણી જેલમાં 15 કેદીઓ અને એક સ્ટાફ મેમ્બરનો કોરોનાગ્રસ્ત થયાં છે. આ અગાઉ પણ કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રોહિણી જેલમાં અગાઉ પણ એક કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યાર બાદ તેના સંપર્કમા આવેલા સ્ટાફ મેમ્બર અને કેદીઓનો કોરોના ટેસ્ટ કરવામાંં આવ્યો હતો. જેમાંથી વધુ 15 કેદીઓના અને સ્ટાફ મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. આ સાથે જ રોહિણી જેલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો આકંડો 17 પર પહોંચ્યો છે.
રોહિણી જેલમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. સૌથી પહેલા કોરોનાગ્રસ્ત કેદીના સંપર્કમાં 19 કેદીઓ આવ્યાં હતાં. જેમાંથી 15 કેદીઓને ચેપ લાગ્યો છે. જ્યારે એક સ્ટાફ મેમ્બર પણ કોરોનાના શિકાર બન્યાં છે. આવાં સમયે જેલમાં કેદીઓમાં ભયનો માહોલ છે.
આ સાથે જ જેલમાંં કોરોનાનું સંક્રમણ અટકાવવાં પ્રશાસન દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે. જેમાં માસ્ક પહેરવું, સેનિટાઈઝિંગ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાં પર ભાર મુકવામાં આવી રહ્યો છે.