ETV Bharat / bharat

COVID-19: દેશમાં અત્યાર સુધી 50 લોકોના મોત, 1965 લોકો સંક્રમિત

દેશમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે, ત્યાં સંક્રમિતોની સંખ્યા 302 પહોંચી છે. જ્યારે કેરલમાં 241 અને તમિલનાડુમાં 234 લોકો સંક્રમિત છે.

ETV BHARAT
દેશમાં કરોનાઃ અત્યાર સુધી 50મોત, 1,965 સંક્રમિત
author img

By

Published : Apr 2, 2020, 11:13 AM IST

Updated : Apr 2, 2020, 11:25 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાયલયે માહિતી આપી કે, સમગ્ર દેશમાં કોવિડ-19ના કેસની સંખ્યા વધીને 1,834 થઇ છે, જ્યારે મરનારા લોકોનો આંક 41 થયો છે.

મંત્રાલયે કહ્યું કે, કોવિડ-19ના 1,649 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 143 દર્દીએ કોરોનાને માત આપી છે.

સાંજે સાડા 7 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ, મોતના 3 નવા કેસ સામે આવ્યા છે, જેમાં એક મોત પશ્ચિમ બંગાળ અને 2 ઉત્તર પ્રદેશમાં છે.

ETV BHARAT
રાજ્ય પ્રમાણે આંકડા

બુધવારે રાત્રિ સુધી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 9 લોકોનાં મોત થયાં હતાં, ત્યારબાદ ગુજરાત 6, કર્ણાટક 3, મધ્ય પ્રદેશ 3, પંજાબ 3, તેલંગણા 3, પશ્ચિમ બંગાળ 3, દિલ્હી 2, જમ્મુ-કાશ્મીર 2, ઉત્તર પ્રદેશ 2 અને કેરલમાં 2 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે, ત્યાં સંક્રમિતોની સંખ્યા 302 પહોંચી છે, જ્યારે કેરલમાં 241 અને તમિલનાડુમાં 234 લોકો સંક્રમિત છે.

દિલ્હીમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 152 થઇ છે.

અંદમાન અને નિકોબાર દ્વીર સમૂહથી 10 કેસ સામે આવ્યા છે. છત્તીસગઢમાં 9, જ્યારે ઉત્તરાખંડમાં અત્યારસુધી 7 કેસ સામે આવ્યા છે.

ગોવામાં કોરોના વાઇરસના 5 કેસ સામે આવ્યા છે. ઓડિશામાં 4, જ્યારે પોંડીચેરી અને હિમાચલ પ્રદેશમાં 3-3 કેસ નોંધાયા છે. આસામ, ઝારખંડ, મિઝોરમ અને મણિપુરમાં 1-1 કેસ સામે આવ્યાના સમાચાર છે.

આસામની સ્થિતિ

આસામમાં કોરોના વાઇરસના 15 કેસ સામે આવ્યા છે. તમામ સંક્રમિતોએ દિલ્હીના નિજામુદ્દીનમાં આયોજિત તબલીગી જમાતમાં ભાગ લીધો હતો.

રાજસ્થાનની સ્થિતિ

રાજસ્થાનના ચૂરૂથી 7 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ તમા લોકોએ દિલ્હીના નિજામુદ્દીનમાં આયોજિત તબલીગી જમાતમાં ભાગ લીધો હતો. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 120 થઇ છે.

કર્ણાટકની સ્થિતિ

કર્ણાટકના બીદર જિલ્લામાં કોરોના વાઇરસના 11 નવા કેસ સામે આવ્યા છે. આ તમામ સંક્રમિતોએ દિલ્હીના નિજામુદ્દીનમાં આયોજિત તહલીગી જમાતમાં ભાગ લીધો હતો. આ સાથે રાજ્યમં સંક્રમિતોની સંખ્યા વધીને 121 થઇ છે.

ગુજરાતની સ્થિતિ

ગુજરાતમાં કોરોના વાઇરસ સંક્રમિત 52 વર્ષીય એક પુરૂષનું મોત થયું છે. તે તાજેતરમાં શ્રીલંકાથી પરત આવ્યો હતો. આ સાથે રાજ્યમાં સંક્રમણના કારણે મરનારા લોકોની સંખ્યા 7 થઇ છે.

મહારાષ્ટ્રની સ્થિતિ

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સંક્રમણના 3 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 338 થઇ છે.

Last Updated : Apr 2, 2020, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.