ETV Bharat / bharat

કોરોના: દિલ્હીમાં પોઝિટિવ કેસની સંખ્યા 2000ને પાર, કુલ 45ના મોત

રાજધાની દિલ્હીમાં રવિવાર રાત સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2003 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 110 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે એક દિવસમાં 83 લોકો સ્વસ્થ થયા છે. કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 290 પર પહોંચી છે. કોરોનાથી મરનારાની વાત કરીએ તો રવિવારે 2 લોકોના મોત થતાં રાજ્યમાં કુલ 45 લોકોના મૃત્યુ થયા છે.

etv bharat
કોરોના દિલ્હીઃ અત્યાર સુધીમાં 2003 કેસ,છેલ્લા 24 કલાકમાં 110 નવા કેસો, કુલ 45ના મૃત્યુ
author img

By

Published : Apr 20, 2020, 10:37 AM IST

નવી દિલ્હીઃ બીજીવાર લોકડાઉન કરવા છતાં તેમજ લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાના તમામ પ્રયત્નો છતાં રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. દિલ્લીમાં અત્યાર સુધીમાં કોરોનાના કેસ 2000ને પાર થઇ ગયા છે. જ્યારે એક દિવસમાં 43 લોકો સ્વસ્થ પણ થયા છે.

કોરોના દિલ્હીઃ અત્યાર સુધીમાં 2003 કેસ,છેલ્લા 24 કલાકમાં 110 નવા કેસો, કુલ 45ના મૃત્યુ
કોરોના દિલ્હીઃ અત્યાર સુધીમાં 2003 કેસ,છેલ્લા 24 કલાકમાં 110 નવા કેસો, કુલ 45ના મૃત્યુ

રવિવારે રાત્રે દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 2003 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 110 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે એક દિવસમાં 83 લોકો સાજા થયા છે. ત્યારે કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 290 પર પહોંચી છે. કોરોનાથી મરનારાની વાત કરીએ તો રવિવારે 2 લોકોના મોત થતાં, રાજ્યમાં કુલ 45 લોકોના મૃત્યુ થયા છે.

રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 2003 છે, જેમાંથી 45 લોકોના મોત થયા છે. જ્યારે 290 લોકો સાજા થયા છે. ઉપરાંત કોરોનાના અત્યારે 1668 સક્રિય દર્દીઓની સંખ્યા છે. જેમાં 1283 એવા દર્દી છે કે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે, જ્યારે 320 દર્દીઓ 51 થી 59 વર્ષની વચ્ચેના છે. 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓની સંખ્યા 386 છે.

ઉલ્લેખનીય છે કે, હવે રાજ્યમાં એવા પણ કેસો સામે આવી રહ્યાં છે, જ્યાં એક જ પરિવારના ઘણા લોકોને ચેપ લાગ્યો હોય. રવિવારે જ આવા 3 વિસ્તારોને કોરેન્ટાઇન ઝોન જાહેર કરવામાં આવેલા છે. તો સોથોસાથ એવા પણ કેસો આવ્યા છે કે જેમાં એ ખબર નથી પડી કે આ વ્યક્તીને કોરોના ક્યા કારણથી થયો છે. દિલ્હી સરકારના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને રવિવારે આવા કિસ્સાઓના આધારે દિલ્હીમાં કમ્યુનિટિ ટ્રાંસમિશનની આશંકા વ્યકત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.