નવી દિલ્હી: સમગ્ર ભારતના જીવનને સંપૂર્ણપણે વિક્ષેપિત કરનારા નોવેલ કોરોના વાઈરસ ફાટી નીકળતાં મહારાષ્ટ્રમાં બંધારણીય સંકટ ઉભું થયું છે. જેના કારણે મુખ્યપ્રધાન ઉદ્વવ ઠાકરે ચિંતામાં મૂકાયા છે.
અહેવાલ પ્રમાણે, જો મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને બંધારણીય રસ્તો ન મળે તો તેમને રાજીનામું આપવું પડી શકે છે. બંધારણમાં તે જરૂરી છે કે, તેઓ 28 મે પહેલા અથવા તે પહેલાં મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોમાંથી કોઈપણ સભ્ય બને.
બંધારણની આર્ટિકલ 164, બિન-ધારાસભ્યને છ મહિના માટે મુખ્ય પ્રધાનની કચેરી સહિત પ્રધાનોની પરિષદમાં પદ પર કબજો કરવાની મંજૂરી આપે છે. તેની અંતિમ તારીખ 28 મેના રોજ સમાપ્ત થાય છે.
ઠાકરેએ જે ચૂંટણી લડવાની હતી તે 26 માર્ચે યોજાવાની હતી, જોકે, કોરોના વાઈરસ સંકટથી ચૂંટણી પંચને અનિશ્ચિત સમય માટે ચૂંટણી ટાળવાની ફરજ પડી હતી.
હવે, એવી માંગ કરવામાં આવી રહી છે કે, તેમને રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવે કારણ કે, બંધારણના આર્ટિકલ 171 તેમને આમ કરવાની છૂટ આપે છે, પરંતુ પક્ષ તરફથી હજી સુધી તેના પર કોઈ પ્રતિક્રિયા મળી નથી.
મળતી માહિતી પ્રમાણે, રાજ્યપાલ માંગ સાથે સંમત થશે કે નહીં, ખાસ કરીને જ્યારે ઠાકરે પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી ચૂક્યા છે.