ETV Bharat / bharat

દક્ષિણ ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર, કર્ણાટકમાં 3 કેસ નોંધાયા - Karnataka corona update

કોરના વાયરસ વિશ્વના અનેક દેશોમાં મહામારી સાબિત થઈ રહ્યો છે. રોજના હજારો લોકો મોતને ભેટી રહ્યાં છે. ભારતમાં પણ કોરોના વાયરસની સ્થિતિ વકરી રહી છે. સંક્રમિત લોકોની સંખ્યા 47થી વધીને 50 થઈ ગઈ છે. જેને લઈને સ્વાસ્થ્ય વિભાગ ચિંતામાં જોવા મળી રહ્યું છે.

karnataka
karnataka
author img

By

Published : Mar 10, 2020, 7:07 PM IST

નવી દિલ્હીઃ કોરના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. વિશ્વભરમાં તેનો વ્યાપ સતત વધી રહ્યો છે. રોજ અનેક લોકો કોરાનાનો ભોગ બની રહ્યાં છે. ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કર્ણાટકમાં કોરોના વાયરસના 3 કેસ સામે આવ્યા છે. જે અંગે વાત કરતાં રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન બી. શ્રીરામુલુએ જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 47થી વધીને 50 થઈ ગઈ છે.

આ પહેલા પુણેમાં કોરોના વાયરસની અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં પહેલો કેસ સામે આવ્યો હતો. જેમાં પતિ-પત્નિ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. આ બંને દર્દીઓ એક જાન્યુઆરીએ દુંબઈથી પુણે પરત ફર્યા હતાં. તેઓ ટ્રાવેલ એજન્સી તરફથી આયોજિત દુબઈ ટૂર પર ખાડી દેશ ગયા હતાં.

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાનુસાર, " 40 મુસાફરોની તપાસ ચાલું છે. તેમના પર નજર રાખવામાં આવી રહી છે. જરૂર પડતાં તે 40 લોકોને મેડિકલ તપાસ માટે નાયડૂ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવશે."

નોંધનીય છે કે, કેરળ, દિલ્હી, યુપી, પંજાબ, બેંગાલુરુ અને જમ્મુમાંથી એક-એક કેસ સામે આવ્યા છે, જ્યારે પુણેમાંથી બે કેસ સામે આવ્યા છે. કોવિડ -19 એ 41 દર્દીઓમાં સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. 8 માર્ચે કેરળથી 5 કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. કેરળના 3 દર્દીઓ ઇટાલીની યાત્રાએ ગયા છે, જ્યારે અન્ય 2 તેના પરિવારના સભ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.