મહારાષ્ટ્ર રાજ્ય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદે આ વિવાદને લઈને ગેરસમજને જવાબદાર ગણાવી અને કહ્યુ કે, પાઠ્પુસ્તકમાંથી શિવાજીના ઈતિહાસને હટાવવાનો કોઈ પ્રયાસ કરવામા આવ્યો નથી.
વિપક્ષ કોંગ્રેસ અને રાંકપાના આક્રમક મિજાજને જોઈને રાજ્યના પ્રમુખ વિનોદ તાવડેએ કહ્યુ કે, 17મી સદીના મરાઠા યોદ્ધા શિવાજીનો ઈતિહાસ પાઠ્યપુસ્તકમાં સામેલ કરાશે.
કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા, મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ બાલાસાહેબ થોરાટ અને પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચૌહાણે આ મુદ્દાની ટીકા કરી છે.
થોરાટ અને ચૌહાણે કહ્યુ કે, આ શિવાજી પ્રતિ ભાજપા અને શિવસેના સરકારના ખોટા પ્રેમને દર્શાવે છે.
જ્યારે નાસિકના નંદગામમાં એક રેલીને સંબોધન કરતા શરદ પવારે કહ્યું કે, શિવાજીનો ઈતિહાસ પાઠ્યપુસ્તકમાં એટલા માટે રાખવામાં આવ્યો છે કે, વિદ્યાર્થીઓ શિવાજીના કામને સમજે પણ સરકારે આ પાઠને કાઢી નાખ્યો છે. આ ઉપરાંત સરકાર શિવાજીની વિચારધારાને આધારિત રાજ્યને આગળ લઈ જવાની વાતો કરે છે.