દેવરિયાઃ દેવરિયા ભાજપના ધારાસભ્ય સુરેશ તિવારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભાજપના ધારાસભ્ય એક ચોક્કસ સમુદાયના લોકો પાસેથી કોઈ શાકભાજી ન ખરીદે તેમ જણાવી રહ્યા છે. આ દરમિયાન ત્યાં ઘણા જવાબદાર અધિકારીઓ પણ હાજર હતાં.
ગત સપ્તાહે બરહજ પાલિકાની કચેરીમાં બેઠકમાંથી બહાર નીકળતી વખતે ધારાસભ્ય સુરેશ તિવારીએ આ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન ઘણા જવાબદાર સરકારી અધિકારીઓ પણ હાજર હતા. ધારાસભ્યએ કહ્યું કે, એવી ફરિયાદો સાંભળવામાં આવી રહી છે કે, ચોક્કસ સમુદાયના લોકો લાળથી કોરોના વાઇરસ ફેલાવી રહ્યાં છે અને દૂષિત પાણીથી શાકભાજી ધોતા હોય છે.
તેમણે વધુમાં કહ્યું કે, હું એટલા માટે જ હું તમને લોકોને કહું છું કે, આ સમુદાય પાસેથી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી શાકભાજી ન ખરીદો. નિર્ણય તમારે કરવાનો છે. ધારાસભ્ય સુરેશ તિવારીએ ગત મહિને કહ્યું હતું કે, દિલ્હીમાં તબલીઘી જમાત કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોએ દેશમાં શું કર્યું છે, તે સૌ કોઈ જાણે છે.