ETV Bharat / bharat

કોંગ્રેસ કાર્યકારી સમિતીની 22 જાન્યુઆરીએ બેઠક, નૈતૃત્વની ફેરબદલ સહિત અન્ય મુદ્દાઓ પર પણ થશે ચર્ચા - અર્નબ ગોસ્વામી

ખેડૂત આંદોલનનો 22 જાન્યુઆરીએ નિર્ણય આવી શકે છે, ત્યારે કોગ્રેસ સરકારે પણ પોતાની કાર્યસમિતી (સીડબ્લ્યુસી)ની બેઠક 22 જાન્યુઆરીએ ગોઠવી છે. પાર્ટીનો સૂત્રો અનુસાર, લાંબા સમસથી ચાલી રહેલા નૈતૃત્વ પરિવર્તનની માંગનો અંતિમ નિર્ણય આવી શકે છે. સાથે જ ભવિષ્યની રણનીતિ પર પણ ચર્ચાઓ થઇ શકે છે.

India congress
India congress
author img

By

Published : Jan 21, 2021, 4:55 PM IST

  • ખેડૂતોના મુ્દ્દા પર કરાશે ચર્ચા
  • નૈતૃત્વ પરિવર્તનની માંગનો આવી શકે અંતિમ નિર્ણય
  • અર્નબની ચેટ લીકનો માંગવામાં આવશે જવાબ

નવી દિલ્હી: કોંગ્રેસ સરકારે પોતાની કાર્યકારી સમિતી (સીડબ્લ્યુસી)ની બેઠક 22 જાન્યુઆરીએ ગોઠવી છે. સૂત્રો મુજબ આ બેઠકમાં પાર્ટી ખેડૂતોના મુ્દ્દા, અર્નબ ગોસ્વામી ચેટ લીક અને કોવિડ-19 મહામારી પર ચર્ચા કરશે. આ બેઠકનું આયોજન વર્ચ્યુઅલી થશે. જેના અધ્યક્ષ સ્થાને સોનિયા ગાંધી રહેશે. પાર્ટીના સૂત્રો અનુસાર, લાંબા સમયથી ચાલી રહેલી નૈતૃત્વ પરિવર્તનની માંગનો અંતિમ નિર્ણય આવી શકે છે. આ દરમિયાન અધ્યક્ષ પદની ચૂંટણી પ્રક્રિયા અને કાર્યક્રમની ચર્ચા થઈ શકે છે.

સરકાર અને ખેડૂતો વચ્ચે 10મી વખતની વાતચીત પણ નિષ્ફળ

ગયા વર્ષની 26 નવેમ્બરથી હજારો ખેડૂતો રાષ્ટ્રીય રાજધાની ની સરહદો પર નવા ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે, જેમાં ત્રણેય કાયદાને રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. બુધવારે સરકાર અને ખેડૂતો વચ્ચે 10મી વખતની વાતચીત પણ ફરી એક વાર નિષ્ફળ રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કાયદાઓ કૃષિ ક્ષેત્રનો વિનાશ કરશે

મંગળવારના રોજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહૂલ ગાંધીએ નવા કૃષિ કાયદાને લઈ સરકારની રમૂજ કરતા કહ્યું હતુ કે, આ કાયદાઓ કૃષિ ક્ષેત્રનો વિનાશ કરવા માટે બનાવવામાં આવ્યા છે.

સરકાર પાસે ચેટ લીક બાબતે માંગ્યો જવાબ

આ પહેલા, કોંગ્રેસે અર્નબ ગોસ્વામી સાથે સંકળાયેલી કહેવાતી ચેટ લીકને લઈને સરકાર પાસેથી જવાબ માંગવા માટે પૂર્વ સુરક્ષાપ્રધાન એ. કે. એન્ટની, પૂર્વ ગૃહપ્રધાન સુશિલ શિંદે, પૂર્વ કાયદાપ્રધાન અને વિદેશપ્રધાન સલમાન ખુર્શીદ અને રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદને મેદાનમાં ઉતાર્યા છે.

કોંગ્રેસ દેશની ગુપ્ત સૂચના લીક કરવાને દેશદ્રોહ ગણાવ્યો

કોંગ્રેસે દેશની સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્ત સૂચના લીક કરવાની બાબતને દેશદ્રોહ ગણાવે છે, અને આ ઘટનાની તાત્કાલિક તપાસ કરાય એવી માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.