ETV Bharat / bharat

RSS પ્રમુખ મોહન ભાગવતની છત્તીસગઢ મુલાકાત પર કોંગ્રેસે કર્યા 3 સવાલ - News of Chhattisgarh

RSS પ્રમુખ મોહન ભાગવત છત્તીસગઢના પ્રવાસે છે ત્યારે તેઓ સંગઠનના સભ્યો સાથે મુલાકાત કરશે અને આગામી રણનીતિ તૈયાર કરશે. આ મુલાકાતને લઇને કોંગ્રેસમાં પણ હિલચાલ તેજ થઇ ગઇ છે અને તેમને ઘેરતા કોંગ્રેસે 3 સવાલ કર્યા છે.

RSS પ્રમુખ મોહન ભાગવત
RSS પ્રમુખ મોહન ભાગવત
author img

By

Published : Aug 16, 2020, 4:38 PM IST

છત્તીસગઢ: RSS પ્રમુખ મોહન ભાગવત છત્તીસગઢની મુલાકાતે છે ત્યારે કોંગ્રેસે તેમને 3 સવાલો કર્યા છે જે અંગે પ્રવક્તા આરપી સિંહે માહિતી આપી હતી.

શું ગોધન ન્યાય યોજનાને કેન્દ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે?

શું તેઓ કૌશલ્યા મંદિરના દર્શન કરવા જશે?

તેમનો ત્રીજો અને અંતિમ સવાલ હતો કે શું રામપથ ગમનને કેન્દ્રીય યોજનામાં સમાવિષ્ટ કરાવશે?

આ એ સવાલો છે જેના દ્વારા RSS પ્રમુખ મોહન ભાગવતને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. સાથે જ જે રામનામને લઇને કોંગ્રેસ ભાજપ પર રાજકારણ રમવાનો આરોપ મુકતો આવ્યો છે તે જ રામના મોસાળમાં આવેલા કૌશલ્યા મંદિરને લઇને કોંગ્રેસે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. હવે એ જોવાનું રહે છે કે ભાજપ આ સવાલોનો શું જવાબ આપે છે.

છત્તીસગઢ સરકાર ગાય, ગોબર, રામવન, ગમન પથ, કૌશલ્યા મંદિર જેવા કાર્યો કરી રહી છે પરંતુ ગોબર ખરીદી યોજનાને લઈને RSS અને ભાજપ વચ્ચે મતભેદ જેવી પરિસ્થિતિ હતી. આ યોજનાને લઇને બિસરા રામ યાદવે સરાહના કરી હતી જ્યારે ભાજપના અમુક નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. આ સમયમાં RSS પોતાની રીતે આવનારી ચૂંટણીઓ માટે રણનીતિ ઘડી રહ્યું છે. જેથી ભાજપને બેકઅપ મળી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.