નવી દિલ્હી : દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારે પહેલા અરવિંદ કેજરીવાલ પર ખોટુ બોલવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ કહ્યું કે, 7 એપ્રિલના રોજ પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે દિલ્હીમાં 30,000 બેડ તૈયાર હોવાની વાત કરી હતી, પરંતુ આજે એકસપર્ટ કમિટીના સૂચનોના આધાર પર કહી રહ્યા છે કે જૂનના અંત સુધી 15 હજાર બેડની જરૂરત પડશે.
જેને લઇને ચૌધરી અનિલ કુમારે કહ્યું કે, ફરી એકવાર સાબિત થઇ ગયું કે કેજરીવાલ ખોટુ બોલી રહ્યાં છે. તે સિવાય, દિલ્હીમાં દિલ્હીના લોકોના સારવારના નિર્ણય પર અનિલ કુમારે કહ્યું કે હું પૂછવા માગું છું કે દિલ્હીમાં દિલ્હી વાળા છે કોણ. કેજરીવાલ પ્રવાસીઓની સારવાર કરવાની વાત કરી રહ્યા છે, જેને દિલ્હીને પસંદ કર્યુ, અહીં કામ કરીને દિલ્હીને બનાવ્યું છે. તેઓએ એ પણ કહ્યું કે, જે પ્રવાસી અહીં રહેતા હતા તેમાંથી હજુ પણ કેટલાક લોકો દિલ્હીમાં છે. જો તે બીમાર પડે, સંક્રમિત થાય, તો તેની સારવાર દિલ્હીની હોસ્પિટલોમાં કેમ ન થાય.
ચૌધરી અનિલ કુમારે કેજરીવાલને એ પણ સવાલ કર્યો કે, હું તેને પૂછવા માગું છું કે, તમારા પક્ષના કેટલાક નેતા, કેટલાક ધારાસભ્ય છે. જે બહારથી આવી અને અહી ધારાસભ્ય બન્યા છે. હું તે ધારાસભ્યને પણ સવાલ કરવા માગું છું કે આ નિર્ણયને લઇને તેઓ શું વિચારે છે. અનિલ કુમારે કેજરીવાલનું જ ઉદાહરણ આપતા કહ્યું કે, તે નોકરી કર્યા બાદ નોઇડાના ઇન્દિરાપુરમાં રહેતા હતા અને આજે અહીં માત્ર દિલ્હી વાળાની સારવારને લઇને વાત કરી રહ્યા છે.