આગામી વિધાનસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં NCP અને કોંગ્રેસ વચ્ચે 125-125 સીટ પર પોતાના ઉમેદવારો ઉતારશે. 38 સીટ પર અન્ય સહયોગી પાર્ટીઓ તથા અપક્ષ ઉમેદવાર માટે છોડી દીધી છે.
સીટોની વહેંચણી બાદ NCP પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, કોંગ્રેસ, રાકાંપા, શાકપ, જોગેન્દ્ર કવાડે, સ્વાભિમાની રાજૂ શેટ્ટી અને અન્ય ડાબેરી પક્ષો ચૂંટણી લડશે. પવારે એવું પણ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.2014માં થયેલી 13મી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 42 જ્યારે NCP ને 41 સીટ મળી હતી.
વર્ષ 2014માં 288 ધારાસભ્યોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં થયેલીમાં ચૂંટણીમાં ભાજપને 122 તથા શિવસેનાના 63 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. ત્યાર બાદ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી સરકાર બની હતી, જે હાલમાં હયાત છે.
વિતેલા પાંચ વર્ષની વાત કરીએ તો અનેક ધારાસભ્યોએ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. જેને લઈ અનેક નવા સમીકરણો ઊભા થયા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ આવો જ કંઈક નજારો જોવા મળ્યો હતો.