મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે બેઠકો ચાલી હતી. કોંગ્રેસ અને NCPના નેતાઓ તથા શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેની ધારાસભ્યની સાથે બેઠક બાદ ત્રણેયદળોની બેઠક કરી હતી. મુંબઇના નેહરી સેન્ટરમાં ઉદ્ધવ ઠાકરે,કોંગ્રેસ નેતા તથા NCP નેતા હાજર રહ્યાં હતા.

મહારાષ્ટ્રમાં નવી સરકારના ગઠન માટે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ વચ્ચે મુંબઈ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને પક્ષના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ શિવસેના વડા ઉદ્ઘવ ઠાકરેએ પણ ધારાસભ્યોની બેઠક બોલાવી ચર્ચા-વિચારણા કરી હતી.

મહારાષ્ટ્રના રાજકારણના ગરમાવા વચ્ચે શિવસેનાના મુખ્યપ્રધાન અને કોંગ્રેસ-NCPમાંથી 1-1 નાયબ મુખ્યપ્રધાન હોય શકે છે. તેમજ પ્રધાનમંડળમાં શિવસેના-કોંગ્રેસ અને NCPના અનુક્રમે 16-15-12 પ્રધાનો સમાવાય તેવી સંભાવનાઓ છે.