જૈસલમેરઃ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ જ્યારથી એ જાહેરાત કરી છે કે 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર શરૂ કરવામાં આવશે ત્યાર બાદથી કોંગેસે તેની રણનીતિ સંપુર્ણ રીતે બદલી છે. ગુરુવારે અને શુકવારે જયપુરની હોટલ ફેયર માઉન્ટમાં ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ ધારાસભ્યોને ત્યાંથી અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
ધારાસભ્યોને શિફ્ટ કરવામાં રાજસ્થાનના રાજસ્વ પ્રધાન હરીશ ચૌધરી જહેમત ઉઠાવતા જોવા મળી રહ્યાં છે. જ્યારે ધારાસભ્યોનો પહેલો કાફલો જૈસલમેર તરફ રવાના થયો ત્યારે બસમાં પહેલી જ સીટમાં હરીશ ચૌધરી બેઠેલા જોવા મળ્યા હતાં. મળતી જાણકારી મુજબ જૈસલમેરની હોટલ સુર્યગઢમાં ધારાસભ્યોને વ્યવસ્થા કરવાની જવાબદારી ચૌધરીને આપવામાં આવી છે.
બીજી તરફ ધારસભ્યોનો બીજો કાફલો જૈસલમેર પહોચ્યો તો ત્યાં ધારાસભ્યોનું નેતૃત્વ કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે કરતાં જોવા મળ્યાં હતાં. જ્યારે ત્રીજો કાફલો રવાના થયો તે બસમાં મુખ્યપ્રધાન અશોક ગેહલત પણ સવાર હતા અને તે પણ સૂર્યગઢ હોટલ પહોંચ્યાં હતાં. વાત એ છે કે આખિર આ હોટલમાં કેટલા ધારાસભ્યોને રાખવામાં આવ્યાં છે તેની કોઈને કાનો કાન ખબર પણ પડવા દીધી નથી. જોકે આ અંગે કેટલીક જાણકારી સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 88 ધારાસભ્યો અને પ્રધાનો જૈસલમેર પહોંચ્યા છે. કેટલાક ધારાસભ્યો અને પ્રધાનો હજી જયપુરમાં જ છે જે શનિવારે એટલે કે આજે જૈસલમેર પહોંચશે. આની પાછળ અનેક તારણો કાઢવામાં આવી રહ્યાં છે. તેથી કુલ કેટલા ધારાસભ્યો અને પ્રધાનો સુર્યગઢ હોટલમાં હશે તે અંગે હજી રહસ્ય જ છે.