મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં ચાલી રહેલી રાજ્યસભાની ચૂંટણીના મતદાન દરમિયાન કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય મત આપવા માટે PPE કિટ પહેરીને પહોંચ્યા હતા. ધારાસભ્ય કોરોના વાઇરસ પોઝિટિવ છે.
દેશના 8 રાજ્યોની 19 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું છે. મધ્યપ્રદેશમાં આજે ત્રણ બેઠકો માટે મતદાન થયું હતું.
તે દરમિયાન, શુક્રવારે બપોરે વિશેષ નજારો જોવા મળ્યો હતો. કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય કે જેઓ કોરોના વાઇરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, તેઓ મત આપવા માટે પીપીઈ કિટ પહેરીને પહોંચ્યા હતા.
શુક્રવાર સવારથી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કરી રહ્યા છે. પરંતુ બપોરે એક વાગ્યાની આસપાસ કોંગ્રેસના ધારાસભ્ય કૃણાલ ચૌધરી મત આપવા માટે પીપીઇ કિટ પહેરીને વિધાનસભા ભવનમાં પહોંચ્યા હતા. ધારાસભ્ય થોડા દિવસો પહેલા કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યા હતા.
જ્યારે ધારાસભ્ય પોતાનો મત આપ્યા બાદ પરત ફર્યા ત્યારે સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. મતદાનના વિસ્તારો અને સમગ્ર મુખ્ય દ્વારની સફાઇ કરવામાં આવી હતી જેથી બીજા કોઈને ચેપ ન લાગે.