મહારાષ્ટ્ર: સચિન પાયલટને બળવા કરવા બદલ રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ અને નાયબ મુખ્ય પ્રધાનપદેથી હટાવામાં આવ્યા હતાં. આ બાબતે પૂર્વ સાંસદ પ્રિયા દત્તે મંગળવારે જણાવ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, કોંગ્રેસ પાર્ટી સચિન પાયલટ અને જ્યોતિરાદિત્ય જેવા યુવા નેતાઓ ગુમાવી ચૂકી છે. હું નથી માનતી કે મહત્વાકાંક્ષી હોવામાં કંઈ ખોટું છે.
મુંબઈના પૂર્વ સાંસદે ટ્વીટ કર્યું કે, પાર્ટીમાં સચિન અને જ્યોતિરાત્ય સાથીદારો અને સારા મિત્રો હતાં, કમનસીબે અમારી પાર્ટીએ બે યુવા નેતાઓને ગુમાવ્યાં છે. હું મહત્વનું નથી માનતી કે મહત્વાકાંક્ષી હોવું ખોટું છે. તેમને ખૂબ જ મુશ્કેલ સમયમાં સખત મહેનત કરી છે.
પાયલટે આગળ શું કરશે તે બાબતે હજૂ સુધી સ્પષ્ટતા કરી નથી. જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશના વરિષ્ઠ નેતા અને એકવાર ગાંધી પરિવારના વફાદાર હતાં. આ વર્ષે માર્ચમાં પાર્ટી છોડીને સિંધિયા ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસમાંથી તેમને 22 ધારાસભ્યો સાથે રાજીનામું આપવાની સાથે જ તત્કાલીન કમલનાથ સરકારનું પતન થયું હતું.