Intro:Body:
આ સંબંધમાં કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, બે રાજ્યોમાં ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ સંદેશો મળે છે કે, આ સમય લોકોની સમસ્યાઓ પર વાત કરવાનો છે. પાર્ટીએ લખ્યું કે, કોંગ્રેસની જવાબદારી છે કે, તે લોકોના મુદ્દાઓને રજૂ કરે અને તેને પૂરા પણ કરે.
કોંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા પ્રમુખ રોહન ગુપ્તાએ કહ્યું કે, 'દેશ કી બાત' આમ આદમીની ચિંતાઓને દૂર કરશે અને સરકાર પાસે તેની વિફળતાઓ, અસમાન વાયદાઓ અને અર્થ વ્યવસ્થા, કૃષિ સંકટ, વધતી કિંમતો, બેરોજગારી અને અન્ય સાર્વજનિક મુદ્દાઓ પર પ્રશ્ન ઉઠાવશે.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ એક નવી સીરિઝ 'દેશ કી બાત' લાવી રહી છે. આ કાર્યક્રમમાં દેશના મુદ્દાઓ પર વાત કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણીના પરિણામથી જનતાનો જનાદેશ સ્પષ્ટ છે. લોકોના મુદ્દાઓ પર ધ્યાન આપવાની આવશ્યક્તા છે, સમર્થન વધવાનો મતલબ છે કે, લોકોએ કોંગ્રેસમાં પોતાના વિશ્વાસ રાખ્યો છે.
તેમણે ક્હયું કે, દેશમાં એક જવાબદાર વિપક્ષના રૂપમાં કોંગ્રેસ જનતાના મુદ્દાઓને ઉઠાવશે. પ્રત્યેક એપિસોડમાં અમે જનતા પર ભાર બનનારા મુદ્દાઓને ઉઠાવશે અને વધુમાં તમને જણાવીએ તો આ કાર્યક્રમ પાર્ટી પ્રવક્તાઓ દ્વારા કરવામાં આવશે.
આ તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પણ કહ્યું હતું કે, મીડિયા કોંગ્રેસને જરૂરી કવરેજ આપી રહ્યું નથી.
મહત્વનું છે કે, આ પહેલા પણ કોંગ્રેસના નેતા સંદિપ દીક્ષિતે 'કામ કી બાત' કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તે બાદમાં તેમણે કોઇ કારણ બંધ કરવામાં આવ્યું હતું. જો કે, તે ભાજપના નિવેદનનો જવાબ આપવા માટે વીડિયો બનાવ્યા કરે છે.