ETV Bharat / bharat

કોંગ્રેસ આજકાલ 'પાકિસ્તાનની પ્રવક્તા' બની છે: નડ્ડા - બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા

ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ શનિવારે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને બે-તૃતીયાંશ બહુમતી મળવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, જો ભાજપને વધુ સીટો મળશે, તો પણ "નીતિશ કુમાર આપણા નેતા હશે".

nadda
કોંગ્રેસ આજકાલ 'પાકિસ્તાનની પ્રવક્તા' બની છે: નડ્ડા
author img

By

Published : Nov 1, 2020, 11:37 AM IST

હાજીપુર : બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ શનિવારે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને બે-તૃતીયાંશ બહુમતી મળવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, જો ભાજપને વધુ સીટો મળશે, તો પણ "નીતિશ કુમાર આપણા નેતા હશે". નડ્ડાએ જણાવ્યું કે, " સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, ભાજપ-જેડીયુ-વી-વીઆઈપી સ્પષ્ટ બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે. તેથી ઓછી બેઠકોનો કોઇ સવાલ જ નથી. ભલે અમને વધુ બેઠકો મળે, તો પણ નીતિશ કુમાર અમારા જ નેતા હશે. "

રાહુલ ગાંધીના નિવેદન પર નિશાન સાધ્યું

નડ્ડાએ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ દ્વારા પુલવામા હુમલાથી સૌથી લાભ થનાર નિવેદન પર નિશાન સાધ્યું હતું. નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસ આજકાલ પાકિસ્તાનની પ્રવક્તા બની ગઇ છે. ભાજપ નેતાની ટિપ્પણી પાકિસ્તાનના એક પ્રધાન દ્વારા કરવામાં આવી હતી. તેમના દેશને પુલવામા આતંકવાદી હુમલા માટે જવબદાર ગણાવ્યો હતો. જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. નડ્ડાએ કહ્યું કે, લોકો જાણે છે કે, આરજેડીનું પાત્ર “જંગલ રાજ” નું છે. તેમણે કહ્યું, હવે તેઓ વિનાશકારી સીપીઆઈ-એમએલ અને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા છે. જે આજકાલ પાકિસ્તાનના પ્રવક્તા બન્યા છે. બિહારના લોકો તેનો જવાબ આપશે.” તેમણે કહ્યું કે લોકોને લાલુ યાદવની “ગેરરીતિ” અને નીતીશ કુમારની “સુશાસન” યાદ છે અને તેઓ વિકાસ ઇચ્છે છે.

172 વિધાનસભા બેઠકોમાં 3 નવેમ્બર અને 7 નવેમ્બરના રોજ મતદાન

બિહારની 71 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 28 ઓક્ટોબરના રોજ થયું હતું. 243 સભ્યોની વિધાનસભાની બાકીની 172 વિધાનસભા બેઠકોમાં 3 નવેમ્બર અને 7 નવેમ્બરના રોજ મતદાન થશે. પરિણામો 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.