આ ડેલિગેશનમાં પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહ, જ્યોતિરાદિત્ય સિંધિંયા, આરપીએન સિંહ, આશાકુમારી, રણદીપ સૂરજેવાલા, દીપેંદ્ર હુડ્ડા, અને જિતિન પ્રસાદનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, આ પહેલા ભારતના લોકો અને ખાસ કરીને શીખ શ્રધ્ધાળુઓ દરબાર સાહિબના દર્શન ભારતની સીમામાંથી માત્ર દુરબીનથી જ કરતાં હતા. આ કૉરિડોર પાકિસ્તાન સરહદથી ચાર કિલોમીટર દુર કરતારપુર સુધી છે. આ કૉરિડોરના ઉપયોગ માટે જે કાયદાકીય ગૂંચ હતી તેને દુર કરી દેવાય છે.
લાંબા સમયથી શીખ ધર્મના લોકોની માગ હતી કે આ કૉરિડોરને ખોલી દેવામાં આવે. આખરે બંને દેશની સમજૂતીથી કૉરિડોર ખોલવાનો નિર્ણય લેવાયો છે.