કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આરોર લગાવ્યો છે કે, કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાની યેદી ડાયરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભાજપના કેન્દ્રીય નેતૃત્વને 1800 કરોડની લાંચ આપવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ લાંચ કેન્દ્રીય કમિટીને આપવામાં આવી છે. જેમાં વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ, નિતિન ગડકરી જેવા નેતાઓ સામેલ છે.
એક પ્રેસ કોન્ફંરસ કરી રણદીપ સૂરજેવાલાએ આરોપ સાથે અમુક પ્રશ્નો પણ કર્યા છે
શું આ આરોપ સાચા છે કે ખોટા ?
ડાયરીની તપાસ કેમ ન કરાવી ?
શું ઈનકમ ટેક્સ વિભાગને 1800 કરોડની લેવડ-દેવડની તપાસ કરાવી તથા મોદી સરકારે આ ડાયરીની તપાસ કરવાથી કેમ ઈન્કાર કરી દીધો ?
શું નરેન્દ્ર મોદી તેની તપાસ કરાવશે, પૈસા ક્યાં ગયા, કેટલા લૂટ્યા ?