નવી દિલ્હી : કોરોના વાઇરસ મહામારીના કેસ વધતા જઇ રહ્યા છે. જેને રોકવા સરકારે દેશમાં લોકડાઉન લગાવ્યુ છે. આ વચ્ચે કોંગ્રેસે પણ સરકારની આ મહામારી સામે લડવા ઉપાયો આપ્યા હતા.
કોવિડ-19ના વધતા જતા કેસને પગલે કોંગ્રેસે કેન્દ્રને અપીલ કરી છે કે તે આ સમસ્યાનો અંત લઇ આવવા સૌથી વધારે મેડિકલ કિટનું ઉત્પાદન કરે.
આ તકે કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ મંગળવારના રોજ પ્રેસને સંબોધન કરતા જણાવ્યું કે, 'અમે આ મહામારીના ત્રીજા તબક્કામાં તરફ આગળ વધી રહ્યા છે. આ સમસ્યાનો હલ કરવા એકમાત્ર જ ઉપાય છે પરીક્ષણ કરવુ
તિવારીએ વધુમાં કહ્યું કે, ' કોરોના વાઇરસનું પરીક્ષણ કરવામાં આવે તો ભારતમાં સૌથી ઓછુ પ્રમાણ છે. ભારતમાં દરેક 10 લાખ લોકો સામે 32નો ગુણોતર છે જ્યારે બ્રિટનમાં દરેક 10 લાખ લોકો સામે 921નો ગુણોતર છે.