ETV Bharat / bharat

ડી.કે. શિવકુમાર બન્યા કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ - કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ

કર્ણાટક કોંગ્રેસમાં મોટો ફેરબદલ આવ્યો છે. કોંગ્રેસે ડીકે શિવકુમારને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમેટીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. કર્ણાટક કોંગ્રેસ યૂનિટના નેતા ઇશ્વર ખાંડરે, સતીશ જારકીહોલી અને સલીમ અહમદ દક્ષિણ રાજ્યના કાર્યકારી અધ્યક્ષ બનાવામાં આવ્યા.

ડી કે શિવકુમાર બન્યા કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ

author img

By

Published : Mar 11, 2020, 9:06 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસે બુધવારે કર્ણાટકમાં પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી હતી. આ જવાબદારી પાર્ટીએ ડીકે શિવકુમારને સોંપી છે. સંકટમોચક ગણાતા શિવકુમાર પ્રદેશ અધ્યક્ષ તરીકે દિનેશ ગુંડ્ડુરાવનું સ્થાન લેશે. તેમની સાથે જ ઈશ્વર ખાંદ્રે, સતીશ જારકીહોલી અને સલીમ અહમદને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ પહેલા ડીકે શિવકુમાર 2009માં કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં સિદ્ધારમૈયા સરકારમાં ઊર્જા પ્રધાન પણ રહ્યા છે. જ્યારે એચડી કુમારસ્વામીની સરકારમાં જળ સંસાધન પ્રધાન રહી ચૂક્યા છે. 2018માં JDS સાથે મળીને સરકાર બનાવવામાં તેમનો મહત્વનો ફાળો હતો. જે બાદ અનેક અવસરે તેમણે નારાજ ધારાસભ્યોને મનાવવાનું કામ કર્યું હતું.

ફંડ અને ફેવર માટે જાણીતા શિવકુમારને રેલીઓ હિટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવે છે. હજારો કરોડની સંપત્તિના માલિક 57 વર્ષીય શિવકુમારને ચૂંટણી મેનેજમેન્ટના ચાણક્ય માનવામાં આવે છે. કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં વિપક્ષનો ગઢ ગણાતી વેલ્લારી વિધાનસભા અને રામનગર વિધાનસભા સીટ પણ કોંગ્રેસને જીત અપાવી હતી.

ઈડીએ તેમની સામે કેસ દાખલ કર્યા બાદ શિવકુમારે કહ્યું હતું કે, 2016માં રાજ્યસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના ઈગલટન રિસોર્ટમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને રોકાવવા માટેની વ્યવસ્થા કરી હોવાના કારણે મારે ત્યાં દરોડા મારવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.