મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોનાના લોકડાઉન અંગે પ્રતિક્રિયા આપી છે. રવિવારે તેમણે સામાન્ય લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી હતી. ઉદ્ધવે કહ્યું કે, પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે, પરંતુ તમારે બધાએ તમારા ઘરમાં જ રહેવાનું છે.
તેમણે કહ્યું કે, 'બધા લોકો પૂછે છે કે, ભગવાન ક્યાં છે, ભગવાન દરેક વ્યક્તિમાં છે. જે આ મુશ્કેલ સમયમાં લોકોની સેવા કરી રહ્યો છે. જે પોલીસ, ડોકટરો, સફાઈ કામદારો અને અન્ય ઘણા લોકો આપણી સામે છે.
પરપ્રાંતિય મજૂરોની સમસ્યા અંગે ઉદ્ધવે ખાતરી આપી કે, આ અંગે કેન્દ્ર સાથે વાત કરી છે. જે પણ શક્ય છે તે વહેલી તકે કરવામાં આવશે. ટ્રેન સેવા પુનઃ સ્થાપિત કરવામાં આવી રહી નથી. રેલ સેવા ફરી શરૂ થવાની સ્થિતિમાં લોકડાઉન વધારવાની જરૂર પડી શકે છે.
તેમણે કહ્યું કે, આપણી પાસે 80 ટકા દર્દીઓ એસિમ્પટમેટિક છે અને જેમાંથી 20 ટકા હળવા ગંભીર લક્ષણો ધરાવે છે. ઉદ્ધવે કહ્યું કે, જે લોકો કોરોનાને છુપાવી રહ્યાં છે, જો તેમનામાં લક્ષણો દેખાય છે, તો કૃપા કરીને પરીક્ષણ કરાવો.