મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને રાજ્ય વિધાન પરિષદમાં તેમની નિમણુંક અંગે મદદ માંગી છે.
ઠાકરેએ કહ્યું હતું કે," જો તેમ ન થાય તો તેમણે રાજીનામું આપવું પડશે. રિપોર્ટ મુજબ પીએમ મોદીએ કહ્યું કે, તેઓ આ મામલાની તપાસ કરશે."
મહારાષ્ટ્ર કેબિનેટે 28 એપ્રિલે ફરી એકવાર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજ્ય વિધાન પરિષદમાં મુખ્યપ્રધાન ઠાકરેની નિમણૂક કરવા જણાવ્યું હતું
9 મી એપ્રિલના રોજ રાજ્ય કેબિનેટે બંધારણીય સંકટ ન થાય તે માટે કોષિયારી દ્વારા ધારાસભ્યની નિમણૂક માટેની ખાલી પડેલી એમએલસીની બે બેઠકોમાંથી એક માટે ઠાકરેના નામની ભલામણ કરી હતી.
ગત વર્ષે 28 નવેમ્બરના રોજ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. તે હાલમાં ગૃહ - વિધાનસભા અથવા વિધાનસભા પરિષદના કોઈપણ સભ્ય નથી.
બંધારણ મુજબ, ઠાકરેએ પદ પર ચાલુ રહેવા માટે છ મહિનાની અંદર વિધાનસભા અથવા કાઉન્સિલમાંથી ચૂંટાવવું પડશે.