રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાસ હાજરી આપી હતી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલન કાર્યક્રમમાં ચેમ્બરના હોદેદારો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ વેપાર ઉદ્યોગમાં નવી સિદ્ધીઓ હાંસલ કરનારા વેપારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ ચેમ્બરના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજકોટનો લઘુઉદ્યોગ વધુને વધુ મજબૂત બની આગળ આવે તે માટે રાજકોટ ચેમ્બર કામ કરી રહી છે. જેમાં સરકારની મદદની જરૂર હશે ત્યાં સરકાર જરૂરથી મદદ કરશે.
ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલામાં કેટલાક ગુજરાતીઓ પણ લાપતા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં બે મસ્જિદોમાં આવેલા ઇમિગ્રન્ટસ પર નમાજ પહેલા હુમલો થયો હતો. આ હુમલામાં લગભગ 40થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 40 થી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ હુમલામાં ન્યુઝીલેન્ડમાં રહેતા કેટલાક ગુજરાતીઓને પણ અસર પહોંચી હોવાનુ સામે આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ન્યુઝીલેન્ડ ખાતે સતત સંપર્કમાં રહી માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. સાથે જ ગુજરાતમાં રહેતા પરિવારજનોનો સંપર્ક તૂટ્યો હોય તો તેની મદદ કરવા સૂચના આપવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈને તાત્કાલિક વિઝાની જરૂર જણાય તો તેમને વિઝાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવશે.