નવી દિલ્હી: દેશની સૌથી સુરક્ષિત કહેવાતી તિહાડ જેલમાં રવિવારે પોલીસકર્મીઓ અને કેદીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં 12થી 14 કેદીઓ ઘાયલ થયા છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના 4 નંબરની જેલમાં બની છે. જ્યાં કેદીઓ પોતાના બેરેકમાં જવાની ના પાડી રહ્યાં હતા. જ્યાં તેને સમજાવવા જતા બાકીના કેદીઓએ તેને ઉશ્કેર્યો હતો. જે બાદ પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી. શનિવારે બપોરે 12.30 વાગે બનેલી ઘટનામાં અન્ય કેદી પણ જોડાઇ ગયા હતા અને ઝઘડો વધી ગયો હતો.
જેલ અધિકારીએ કહ્યું કે, આ ઝઘડામાં 2 કેદી ગંભીર છે, જેમને સારવાર માટે દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.