ભારતમાં મોબાઇલ ફોનધારકો વ્યાપક રીતે વૉટ્સઅપનો ઉપયોગ કરે છે એટલે તેના વિશે વધુ કંઈ કહેવાની જરૂર નથી. ભારતમાં મોબાઇલમાં ઇન્ટરનેટ વાપરનારા લોકોની સંખ્યા 70 કરોડને પાર થઈ ગઈ છે અને તેમાં વધારો જ થઈ રહ્યો છે. આમાંથી 40 કરોડ જેટલા લોકો વૉટ્સઅપનો ઉપયોગ કરી રહ્યા છે. તેના કારણે ભારત તેના માટે સૌથી મોટું બજાર બન્યું છે.
આટલા વ્યાપક ઉપયોગને કારણે તે ભારતીય ફોનધારકોના જીવનનો હિસ્સો બની ગયું છે. પરંતુ હાલમાં જ કંપનીએ કેટલાક નવા નિયમો જાહેર કર્યા તેના કારણે ગ્રાહકોના ખાનગીપણા સામે જોખમ ઊભું થયું છે. પ્રાઇવસી અંગેના નિયમોમાં ફેરફારનો અમલ કરવાની જાહેરાત કંપનીએ કરી તે પછી મોટો વિવાદ થયો છે. ફેબ્રુઆરીથી તેનો અમલ થવાનો હતો, પણ તેની મુદત હાલમાં લંબાવવામાં આવી છે. જોકે મામલો હજી ઊભો જ છે અને ભવિષ્યમાં શું થશે તે જોવાનું રહે છે.
વિશ્વના 200 કરોડ ગ્રાહકો માટે વૉટ્સઅપે આઘાતજનક અને નુકસાનકારક નવી નીતિ જાહેર કરી છે. તેણે જાહેર કર્યું કે વૉટ્સઅપ વાપરનારાની જે કંઈ વિગતો હશે તે માલિકીની કંપની ફેસબૂક અને તેની પેટાકંપનીઓ ઉપયોગમાં લઈ શકશે. આના કારણે મોટી સંખ્યામાં લોકો નારાજ થયા છે અને સિગ્નલ તથા ટેલિગ્રામ જેવી એપ્સ તરફ વળ્યા છે.
ગ્રાહકો માટે જોખમ ઊભું થયું છે કે વૉટ્સઅપ પરની વિગતો ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને તેના બીજા પ્લેટફોર્મ પર પહોંચી જશે અને તેના કારણે વિગતો લીક થઈ જાય અને તેનો દુરુપયોગ થાય તેનું જોખમ અત્યંત વધી ગયું છે. મોટી સંખ્યામાં લોકો સિગ્નલ અને ટેલિગ્રામ તરફ વળવા લાગ્યા છે. તેના કારણે હવે રહી રહીને વૉટ્સઅપને ભાન થયું છે કે તેણે ગ્રાહકોનો વિશ્વાસ ગુમાવ્યો છે.
પ્રાઇવસી અંગેના નવા નિયમોને કારણે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકારે પણ કંપની પાસે ખુલાસા માગ્યા છે. કંપનીએ શું ખુલાસા કર્યા છે તે હજી સ્પષ્ટ નથી, પરંતુ ગ્રાહકો પોતાને તરછોડવા લાગ્યા છે તેનાથી ગભરાયેલી કંપનીએ મોડે મોડે જાહેરાત કરી કે હવે 15 મે સુધી નવા નિયમો લાગુ નહિ પડે.
કંપની એવા વહેમમાં છે કે આટલા દિવસોમાં તે ગ્રાહકોને મનાવી શકશે અને ખાતરી આપી શકશે કે તેમના ડૅટાનો દુરુપયોગ નથી થાય. પરંતુ આવી ખાતરી ખોખલી જ રહેવાની, કેમ કે ભૂતકાળમાં ફેસબૂકના ડૅટાની ચિંતા ઊભી થઈ જ હતી.
જોકે આ વિશે એક અરજી દિલ્હી હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી ત્યારે તેને દાખલ કરવામાં આવી નથી. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ગ્રાહકો કરે ત્યારે તે તેની મરજીથી કરતા હોય છે અને તેમણે શરતો સ્વીકારવી કે ના સ્વીકારવી તે નક્કી કરવાનું હોય છે એમ અદાલતે જણાવ્યું હતું.
જોકે આ મામલો આટલો સહેલો નથી અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. ગ્રાહકોની વિગતોની સુરક્ષાની બાબત ગંભીર છે અને તે અંગે નોંધ લેવી જરૂરી છે. તે વિશેની અન્ય એક અરજી સર્વોચ્ચ અદાલતમાં પણ થઈ છે.
વૉટ્સઅપ માહિતી સુરક્ષા અંગેની ચિંતા નકારી કાઢે છે. કંપનીઓ ગમે તેવા દાવા કરે, પણ તેના પર ભરોસો કરવો મુશ્કેલ હોય છે. નાગરિકોની વિગતોની સુરક્ષાની બાબતની અવગણના થઈ શકે તેમ નથી. 2017માં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નાગરિકનો ખાનગીપણાનો અધિકાર તેના મૂળભૂત અધિકાર સમાન જ છે. જીવવાનો અધિકાર, અભિવ્યક્તિનો અધિકાર વગેરેની જેમ જ પોતાની વિગતો ખાનગી રાખવાનો અધિકાર નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. અદાલતે નાગરિકોના ખાનગીપણાની સુરક્ષા કરવા માટે સરકારને નિયમો બનાવવા સૂચન કર્યું છે.
દુનિયાના 90 જેટલા દેશોમાં વ્યક્તિગત ગ્રાહકોની સુરક્ષા માટે કડક નિયમો બનાવાયા છે. જનરલ ડૅટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR) નામે કાયદો યુરોપિયન યુનિયને કર્યો છે તે આ બાબતમાં આદર્શ કાયદો છે. યુરોપના દેશોમાં વૉટ્સઅપના ગ્રાહકોની વિગતો ફેસબૂકને આપી શકાતી નથી. ભારતમાં આવા કોઈ કાયદા નથી તેના કારણે વૉટ્સઅપ તેના છિંડાનો લાભ લઈને પોતાની કંપની ફેસબૂકને ફાયદો કરાવવાનો કારસો કરી રહી છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને વૉટ્સઅપ અને ફેસબૂકના કારસાને પાર પડવા દેવો જોઈએ નહિ.
સરકારે તાત્કાલિક આ બાબતની નોંધ લઈને કાયદો કરવાની જરૂર છે. નાગરિકોની માહિતી ખાનગી રાખવા કંપનીઓને ફરજ પાડવી જરૂરી છે. જાણકારો કહે છે કે સંસદમાં ડિસેમ્બર 2019માં ઇન્ડિવિડ્યુઅલ ઇન્ફર્મેશન સૅફ્ટી બીલ દાખલ કરવામાં આવ્યું છે, પણ તેમાં પૂરતી કડક જોગવાઈઓ નથી. યુરોપીય સંઘે અમલમાં લાવેલા GDPR જેવા કડક કાયદા ભારતમાં પણ લાવવાની જરૂર છે, જેથી વૉટ્સઅપ જેવી કંપનીઓના કારસા ફાવી ના જાય.
-
નાગરિકોના ખાનગીપણાનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની - Individual Information Safety Bill