મુંબઇ: ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગની કંપની સિપ્લાએ કોવિડ -19 ચેપગ્રસ્ત લોકો માટે 68 રૂપિયામાં સિપ્લાન્ઝા ગોળીઓ લાવવાની ઘોષણા કરી છે. સિપ્લા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) તરફથી જરૂરી મંજૂરી મેળવી લીધી છે.જે બાદ સિપ્લાન્ઝા દવા ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં બજારમાં ઉપલબ્ધ થઇ જશે. તેનું નામ ફાવિપીરૈવિર (Favipiravir) રાખવામાં આવ્યું છે. જેને સિપ્લાન્ઝા બ્રાન્ડ હેઠળ લોન્ચ કરવામાં આવશે.
ફાવિપીરૈવિર એક ઓફ અન્ટી પેટેન્ટ, ઓરલ એન્ટી-વાઇરલ દવા છે. તે હળવાથી મધ્યમ લક્ષણોવાળા કોવિડ -19 દર્દીઓની વહેલી રિકવરીમાં મદદરૂપ થઇ શકે છે.સિપ્લા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, "ઝડપથી વધી રહેલી માગને પહોંચી વળવાના તેના પ્રયત્નોના ભાગરૂપે, સિપ્લા ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં સિપ્લાન્ઝાને લોંચ કરશે.ટેબ્લેટની કિંમત 68 રૂપિયા છે."
દવાનું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવા માટે, સપ્લાય મુખ્યત્વે હોસ્પિટલો દ્વારા કરવામાં આવશે. કોવિડ -19 ના વધુ કેસ જ્યા નોંધાયેલા છે તેવા વિસ્તારોને અગ્રતા આપવામાં આવશે.આ દવા સિપ્લા અને CSIR (વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ) ના એકમો - ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. આ ભાગીદારીના ભાગ રૂપે, CSIR -IICT એ ફાવિપીરૈવિર માટે અનુકૂળ અને ઓછી કિંમતે અસરકારક પ્રક્રિયા વિકસાવી છે.
આ અગાઉ 21 જૂને સમાચાર મળ્યા હતા કે સિપ્લા ભારતમાં સિપ્રીમીના નામે એન્ટી વાઈરલ ડ્રગ રેમડેસિવિર વેચે છે. સિપ્લા લિમિટેડ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રાયોગિક એન્ડિ-વાઇરલ દવા તેના બ્રાન્ડ નામ સિપ્રેમી હેઠળ રેમડેસિવીર લોન્ચ કરશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ જરૂરી તબીબી આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને વિસ્તૃત મંજૂરી પ્રક્રિયાના ભાગ રૂપે દેશમાં મર્યાદિત ઇમરજન્સી ઉપયોગ માટે સિપ્લાને મંજૂરી આપી છે.જોખમ સંચાલન યોજનાના ભાગ રૂપે, સિપ્લા દર્દીની સંમતિ દસ્તાવેજને જાણ કરીને, આ દવાના ઉપયોગ વિશે તાલીમ આપશે. પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ તેમજ ભારતીય દર્દીઓ પર ચોથા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરશે.
સિપ્લાના મેનેજિંગ ડિરેક્ટર અને વૈશ્વિક CEO ઉમંગ વોહરાએ કહ્યું કે, "સ્પ્લિા ભારતના દર્દીઓ માટે રેમડેસિવિર લાવવા માટે ગિલીડ સાથેની મજબૂત ભાગીદારીની પ્રશંસા કરે છે. કોવિડ -19 રોગચાળાથી પ્રભાવિત લાખો લોકોના જીવ બચાવવા માટેના તમામ સંભવિત પગલાઓની શોધખોળમાં અમે ગંભીરતાથી રોકાણ કર્યું છે."
ACTT -1 (એડેપ્ટિવ કોવિડ -19 ટ્રીટમેન્ટ ટ્રાયલ 1) ના અભ્યાસ મુજબ, યુ.એસ., યુરોપ અને એશિયાના 60 થી વધુ કેન્દ્રોમાં 1,063 દર્દીઓ પર રેમડેસિવિરની એક રેન્ડમ ક્લિનિકલ ટ્રાયલ દર્શાવે છે કે આ દવાથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું ક્લિનિકલ રિકવરી ગતિ પ્લેસિબો કરતા ઝડપી છે.