ન્યૂઝ ડેસ્કઃ ભારત સરકારે સોમવારે 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે જેમાં કેટલીક જાણીતી એપ જેવી કે, શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ‘ટીકટોક’, યુસી બ્રાઉઝર, ફાઇલ શેરીંગ એપ ‘શેર ઇટ’ તેમજ iOS અને એન્ડ્રોઇડ ડીવાઇઝમાં ઇમેજ અને ડોક્યુમેન્ટને સ્કેન કરવાની સગવડ આપતી એપ ‘કેમ સ્કેનર’નો સમાવેશ થાય છે.
આ પગલાનો કાયદાકીય આધાર:
ચાઇનીઝ એપ પરનો આ પ્રતિબંધ ‘ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી એક્ટ-2000’ ના સેક્શન 69A હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. (જેમાં સરકાર કોઇપણ કમ્પ્યુટર સ્ત્રોત દ્વારા કોઈપણ માહિતીના જાહેર એક્સેસ પર પ્રતિબંધ લગાવવાના હક ધરાવે છે)
આ પ્રતિબંધ કેવી રીતે લાગુ કરવામાં આવશે?
જેવી કે ગુગલ (એન્ડ્રોઇડ) અને એપલને સરકારના આદેશની નકલ મળશે કે તુરન્ત તમામ પ્રતિબંધીત 59 એપને ગુગલ પ્લેસ્ટોર અને iOS એપ સ્ટોર પરથી દુર કરવામાં આવશે.
આ એપમાં રહેલા ડેટા ટ્રાફિકને બ્લોક કરવા માટે સરકારના અધિકારીઓ ઇન્ડીયન ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (ISPs) અને ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર (TSPs) સાથે સતત સંપર્કમાં છે. તેનો મતલબ એ છે કે એક વખત આ પ્રક્રીયા પુર્ણ થશે ત્યાર બાદ આ એપ બાય ડીફોલ્ટ રીતે જ કામ કરતી બંધ થઈ જશે.
તાજેતરમાં પ્રતિબંધીત કરાયેલી એપના ભારતમાં યુઝર્સ નીચે પ્રમાણે છે:
એપ્લીકેશન | યુઝર્સ (મીલિયન) |
ટીક ટોક | 120 |
ક્લબ ફેક્ટરી | 100 |
કેમ સ્કેનર | 100 (જાન્યુઆરી સુધી) |
યુસી બ્રાઉઝર | 130 |
MI કોમ્યુનીટી | 18 |
હેલો | 4 |
શેર ઇટ | ભારતમાં મહિનાના 200 મીલિયન એક્ટીવ યુઝર્સ તેમજ ભારતમાં આશરે 400 મીલિયન ઇનસ્ટોલ્ડ યુઝર્સ (જુલાઇ 2019) |
ભારતના આ પગલાને ચીનનુ મીડિયા (ગ્લોબલ ટાઇમ્સ) કઈ રીતે જોઈ રહ્યુ છે:
ચાઇનીઝ કંપનીએ ડેવલપ કરેલી 59 એપ્સને ભારતે પ્રતિબંધીત કરી છે તેના પરીણામે ભારતની ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપને નુકસાન પહોંચશે કારણકે આ પ્રતિબંધને કારણે ભારતમાં ચીનના રોકાણમાં ઘટાડો આવશે.
ભારતના હાઇટેક સ્ટાર્ટઅપ ઇકોસીસ્ટમમાં ચાઇનીઝ ઇન્વેસ્ટર્સની હાજરીથી છેલ્લા કેટલાક વર્ષોમાં દેશને આર્થીક સ્થીરતા પ્રાપ્ત કરવામાં મદદ મળી છે. આ સ્થીરતાનું કારણ ઉભરતા માર્કેટને ફંડ મળવાને કારણે જ નહી પરંતુ બીઝનેસને ઓળખવાના સારા અનુભવને કારણે તેમજ કટીંગ-એજ ટેક્નોલોજીના કારણે પણ મળી છે.
ભારતની ફંડ મેનેજમેન્ટ કંપની, આઇરન પીલર ફંડના કહેવા પ્રમાણે, 2019ના અંત સુધીમાં ભારતની 31 યુનિકોર્ન કંપનીમાંની અડધાથી વધુ કંપનીઓમાં ચાઇનીઝ ટેક જાયન્ટ અલીબાબા અને ટેન્સેન્ટ દ્વારા રોકાણ કરવામાં આવ્યુ છે.
પેટીએમ જેવા ઓનલાઇન પેમેન્ટ પ્લેટફોર્મ, ડીલીવરી પ્લેટફોર્મ ઝોમેટો અને ઓલા જેવી રાઇડ-હેલીંગ કંપનીઓને ચીનથી આર્થિક ટેકો મળતા હાલ આ કંપનીઓએ ભારતમાં બીઝનેસને ખુબ વિકસીત કર્યો છે.
ચીનના વાણીજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં વર્ષ 2020-18 દરમીયાન ચીનના નોન-ફાઇનાન્સીયલ ઇનવેસ્ટમેન્ટમાં 9.7 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ટેક્નોલોજીમાં થયેલુ કુલ રોકાણ પણ 8 બીલિયન ડોલરનો આંક વટાવી ચુક્યુ છે.
પ્રતિબંધીત એપની યાદીમાં સામેલ બાઇટડાન્સીસની એપ ટીક ટોક ભારતને પોતાના દરિયાપારના મોટા માર્કેટ તરીકે જોઈ રહી હતી. મોબાઇલ એપ માર્કેટ રીસર્ચ ફર્મ ‘સેન્સર ટાવર’ના કહેવા પ્રમાણે, ભારતમાં 29 એપ્રિલ સુધીમાં 600 મીલિયનથી વધુ ડાઉનલોડ મળ્યા છે જે તેના કુલ વૈશ્વિક ડાઉનલોડના 30% જેટલા છે.
પ્રતિબંધીત થયેલી 59 એપમાં એક ટ્વીટર જેવી એપ ‘Weibo’ પણ છે જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વેરીફાઇડ એકાઉન્ટ ધરાવે છે અને આ એકાઉન્ટના 240,000થી વધુ ફોલોવર્સ છે.
પ્રતિબંધીત ચાઇનીઝ એપ અને તેની હાલની કંપની:
ટીક ટોક શોર્ટ વીડિયો એપના ઓનર બાઇટડાન્સ, મેસેજીંગ એપ વીચેટના ઓનર ટેસન્ટ હોલ્ડીંગ્સ, યુસી બ્રાઉઝરના ડેવલપર અલીબાબા ગ્રુપ હોલ્ડીંગ, બાઇદુ મેપ સર્વીસીઝના પ્રોવાઇડર બાઇદુ તેમજ NASDAQની યાદીમાં સ્થાન પામેલ સીના દ્વારા તૈયાર થયેલુ ટ્વીટર સ્ટાઇલ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબો સહિતના ચીનના ઇન્ટરનેટ જાયન્ટ્સ ભારતમાં પોતાનો ધંધો ગુમાવશે.
પ્રતિબંધીત એપની યાદીમાં સામેલ એવી અપસ્ટાર્ટ ઇ-કોમર્સ સાઇટ, ક્લબ ફેક્ટરી, ક્યુમીંગ વેન્ચર પાર્ટનર્સને તેના ટેકેદાર ગણાવે છે.
એપ | ઓનર કંપની |
ટીક ટોક | બાઇટ ડાન્સર |
વીચેટ | ટેસન્ટ હોલ્ડીંગ્સ |
યુસી બ્રાઉઝર | અલીબાબા ગ્રુપ |
બાઇદુ | બાઇદુ |
વેઇબો | Nasdaqની યાદીમાં સામેલ સીના |
ક્લબ ફેક્ટરી | કીમીંગ વેન્ચર |
ટીક ટોક પર પ્રતિબંધ:
બંન્ને દેશો વચ્ચેના સરહદ પરના તનાવને કારણે ભારતે એક ડઝન જેટલી ચાઇનીઝ એપ પર લગાવેલા પ્રતિબંધના પરીણામે ચીનના બાઇટડાન્સનો આશરે 1 બીલિયન ડોલરનો ધંધો વિસ્તારવાની યોજના પાટા પરથી ઉતરી ગઈ છે. જ્યારે આ નિર્ણયના કારણે ભારતમાં ટીકટોક જેવી લોકપ્રીય વીડિયો એપ્લીકેશનના વપરાશકર્તાઓમાં પણ હોબાળો મચ્યો છે.
એપ એનાલીટીક્સ ફર્મ ‘સેન્સર ટાવરે’ જણાવ્યુ હતુ કે પ્રતિબંધીત કરાયેલી 59 એપ્સના જાન્યુઆરી 2014થી આશરે 4.9 બીલિયન વપરાશકર્તાઓ નોંધાયેલા છે.
સેન્સર ટાવરના સર્વે પ્રમાણે, બેઇજીંગ બેઝ્ડ બાઇટડાન્સની એપ ટીક ટોકના સૌથી વધુ ઇન્સટોલ્સ ભારતમાં છે. આ આંકડો અંદાજીત 611 મીલિયન ડાઉનલોડનો છે જે કુલ ડાઉનલોડના 30% જેટલો બને છે. નવા યુઝર્સને બાદ કરતા, હાલમાં જે યુઝર તેમની એપને અપડેટ કરવાની કોશીષ કરી રહ્યા છે તેમનું મુલ્યાંકન 110 બીલિયન ડોલર જેટલુ થવા જાય છે.
ચાઇનીઝ ટેક જાયન્ટ બાઇટડાન્સ દ્વારા ઓપરેટ થતી એપલીકેશન ટીક ટોક પર તેના યુઝર શોર્ટ વીડિયો બનાવી શકે છે તેમજ વોઇઝ અને મ્યુઝીકને પણ એડીટ કરી શકે છે. સેન્સર ટાવરના સર્વે પ્રમાણે, એપ્રીલમાં આ એપના 2 બીલિયન ડાઉનલોડ્સ થયા બાદ કંપની આ એપનુ મોટુ માર્કેટ ભારતમાં જોઈ રહી હતી. આ એનાલીટીક્સ ફર્મના કહેવા પ્રમાણે, આ એપના કુલ ડાઉનલોડમાંથી 30% ડાઉનલોડ ભારતમાંથી આવે છે.
ભારત ટીક ટોક ડાઉનલોડનું સૌથી મોટુ માર્કેટ રહ્યુ છે. આજની તારીખ સુધીમાં ભારતમાં ટીક ટોકના 611 મીલિયન લાઇફટાઇમ ડાઉનલોડ્સ થઈ ચુક્યા છે. આ આંકડો ટીક ટોકના કુલ ડાઉનલોડના 30% જેટલો થવા જાય છે. ચીન 196.6 મીલિયન ડાઉનલોડ સાથે બીજા ક્રમે છે. ચીનમાં આ એપનું વર્ઝન Douyinના નામથી જાણીતુ છે. જો કે આ આંકડામાં દેશમાં થર્ડ પાર્ટી એન્ડ્રોઇડ સ્ટોર ઇન્સટોલનો સમાવેશ થતો નથી. આ યાદીમાં યુનાઇટેડ સ્ટેટ્સ ત્રીજા ક્રમે છે જ્યાં આ એપ્લીકેશનના કુલ 165 મીલિયન ડાઉનલોડ્સ છે જે કુલ ડાઉનલોડના 8.2 % છે.
ગુગલ પ્લે સ્ટોરમાં આજ સુધીમાં ટીક ટોકના 1.5 બીલિયન ડાઉનલોડ્સ કરવામાં આવ્યા છે જે કુલ આંકડાના 75.5% છે જ્યારે એપ સ્ટોરમાંથી 495.2 મીલિયન ડાઉનલોડ્સ જનરેટ થયા છે જે કુલ ડાઉનલોડ્સના 24.5 % છે.