ETV Bharat / bharat

સરહદ વિવાદ વચ્ચે રશિયા-ચીન સાથેની બેઠકમાં જોડાશે ભારત : વિદેશ મંત્રાલય - આરઆઈસી બેઠકમાં ભારત

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને પક્ષ સરહદ વિવાદને ઉકેલવા અને તણાવ ઘટાડવા માટે એકબીજા સાથે વાત કરી રહ્યા છે. વિગતવાર સમાચાર વાંચો...

વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલય
author img

By

Published : Jun 18, 2020, 8:07 PM IST

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને પક્ષ સરહદ વિવાદને ઉકેલવા અને તણાવ ઘટાડવા માટે એકબીજા સાથે વાત કરી રહ્યા છે.

વીડિયો કોન્ફરન્સ દ્વારા 23 જૂને યોજાનારી ભારત, ચીન અને રશિયા વચ્ચેની આરઆઈસી બેઠક અંગે, વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારત આ બેઠકમાં જોડાશે. આ પહેલી મીટિંગ છે.

આરઆઈસી કૉન્ફરન્સ યોજાશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા વચ્ચે તેમનું આ નિવેદન આવ્યું છે. વિદેશ પ્રધાન એસ જયશંકર અને ચીન અને રશિયાના વિદેશ પ્રધાનો તેમાં ભાગ લે તેવી અપેક્ષા છે.

વિદેશ મંત્રાલયના સચિવ વિકાસ સ્વરૂપે જણાવ્યું કે ભારત બુધવારે આઠમી વખત યુએન સુરક્ષા પરિષદનો અસ્થાયી સભ્ય બન્યો છે. 184 સભ્ય દેશોએ ભારતની તરફેણમાં મત આપ્યો. તેમણે કહ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય બનવાની ક્ષમતા ધરાવે છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતના અસ્થાયી સભ્ય બનવા માટે ગુપ્ત મતદાન કરવામાં આવ્યું હતું. તેથી, તે જાણી શકાયું નથી કે કયા આઠ દેશોએ આપણી તરફેણમાં મત નથી આપ્યો.

વિકાસ સ્વરૂપે કહ્યું કે, ભારત 23 જૂને યોજાનારી આરઆઈસી (રશિયા-ભારત-ચીન) વિદેશ પ્રધાનોની બેઠકમાં જોડાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.