ન્યૂઝ ડેસ્કઃ અભુતપૂર્વ એવી જી-20 સમિટની બેઠકમાં દેશોના નાણાં પ્રધાન અને સેન્ટ્રલ બેંકના ગર્વનર્સ વચ્ચે કોવીડ-19ના રોગચાળા અંગે વિશેષ ચર્ચા થઇ હતી. પહેલા 2008માં આવેલી આર્થિક તંગીમાં નાણાંકીય સંકટ ઓછુ કરવા વિવિધ દેશોએ હાથ મિલાવ્યા હતા પણ આજે કોઇ રાજકીય મુદ્દાઓ સાથે નહી પણ આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્યના પડકાર સામે લડવા માટે હાથ મિલાવવામાં આવ્યા છે. બંધબારણે થયેલી ચર્ચા મુજબ વડાપ્રધાન મોદીએ ભાર પૂર્વક કહ્યુ હતુ કે 2008ના આર્થિક સંકટ પછી જી-20 મોટાભાગે મોટાભાગનું ધ્યાન આર્થિક કામગીરી અને માનવજાતના વિકાસના બદલે વ્યક્તિગત હિતો પર હતુ.
સુત્રોએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સમૃદ્ધિ અને સહકારના કેન્દ્રમાં માનવજાતને મુકવા, તબીબી સંશોધન અને તેને લગતા લાભોને એકબીજા વચ્ચે વહેંચવા, અનુકુળશીલતા, પ્રતિભાવશીલ અને માનવની આરોગ્ય સંભાળની પ્રણાલીઓને વિકસવવાની જરૂરિયાતો પર ભાર મુક્યો હતો.
વડાપ્રધાને આ કટોકટીના સમયમાં ક્રાઇસીસ મેનેજમેન્ટના સિદ્ધાનતો અન મજબુત થવા માટે WHO જેવા આતંરરાષ્ટ્ય સંગઠનોને મજબુત અને સુધારણા કરવાની જરૂરિયાતના મુદ્દાઓ પર ચિંતન કર્યુ હતુ. ખાસ કરીને કોવીડ-19 ના કારણે ઉભા થયેલા આર્થિક સંકટ કારણે થયેલી મુશ્કેલીઓ ઘટાડવા સાથે કામ કરવા કહ્યુ હતુ.
વડાપ્રધાને જણાવ્યું હતુ કે આર્થિક અને નાણાંકીય બાબતે આપણે ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. પણ વેશ્વિક રીતે આપણે માનવતાને લગતી બાબતો પર પણ ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ. કોવીડ-19 ચોક્કસ એક મોટો પડકાર છે. ત્યારે તેણે જી-20 અને આતંરરાષ્ટ્રીય સમુદાયને વૈશ્વિકરણની નવી કલ્પના પર ધ્યાન કેન્દ્રીત કરવાની એક અનોખી તક પણ આપી છે. જે માનવતા પર આધારિત છે. કારણ કે તે હાલ આંતકવાદ અને હવામાનમાં આવેલા બદલાવનો સામનો કરી રહી છે. ત્યારે એકબીજા સાથે આર્થિક બાબતો પપ ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે માનવતાના મુલ્યો અંગે પણ વિચારે.
સમિટની બેઠકમાં વડાપ્રધાન મોદીએ સૌ પ્રથમ ચર્ચા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે કરી હતી. જે હાલ જી-20ના અધ્યક્ષ છે. બંને નેતાઓએ આ વર્ષના અંતમાં રિયાધમાં યોજાનારી સમિટ પહેલા કેટલીક બાબતો તાજા કરવા માટે ચર્ચા કરી હતી. તો વડાપ્રધાને એમ પણ કહ્યુ હતુ કે કોવીડ-19ના કુલ 90 ટકા કેસો અને 88 ટકા મૃત્યુદર જી-20 દેશોમાં છે. જે વિશ્વની જીડીપીના 80 ટકા અને વિશ્વની વસ્તીનો 60 ટકા હિસ્સો ધરાવે છે.
સમિટની બેઠકમાં વિશ્વના નેતાઓ કોવીડ-19 રોગચાળાને ડામવા અને લોકોની સુરક્ષા માટે યોગ્ય માર્ગ શોધવા માટે સંમત થયા હતા. તો સમિટના દેશોએ કોવીડ-19ના કારણે થનારા સામાજીક અને આર્થિક પ્રભાવનો સામનો કરવા માટે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પાંચ ટ્રીલીનય ડોલરથી વધારે ફંડ આપવાની કટીબધ્ધતા દર્શાવી હતી. તો તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની આગેવાની હેઠળ કોવીડ-19 સોલિડેરિટી રિસ્પોન્સ ફંડમાં ફાળો આપવા સહમત થયા હતા. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આદેશને વધુ અસરકારક બનાવવા માટે તબીબી પુરવઠો, ચકાસણીના સાધનો, સારવારને લગતી દવાઓ અને રસી સહિતની બાબતો પુરી પાડવાની બાબતે ટેકો આપ્યો હતો.
તેમ સુત્રો માહિતી આપી હતી કે, વડાપ્રધાને પ્રકાશ પાડતા કહ્યુ હતુ કે, WHO જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોને મજબુત અને સુધારવાની તાતી જરૂરિયાત છે. શરૂઆતમાં WHO પાસે કોવીડ-19 જેવા રોગચાળાને લઇને આદેશ કરવાનો હક નથી. ત્યારે હવે પ્રાંરભિક ચેતવણી, અસરકારક રસી અને ક્ષમતા વિકસાવવા માટે WHOનું વધુ સશક્તિકરણ કરવુ જરૂરી બની ગયુ છે.
બેઠકમાં વૈશ્વિક વૃધ્ધિ, બજારની સ્થિરતા અને આર્થિક સ્થિતિ સ્થાપકતાને મજબુત કરવા માટે વિશ્વના ટોચના નેતાઓએ હાલ ઉપલબ્ધ સાધનો અને તેને લગતી નીતિઓને અંગે ચર્ચા કરી હતી. સુત્રોએ જણાવ્યુ હતુ કે સમિટની ટેલીકોન્ફરન્સમાં તમામ દેશોમાં સહકારની ભાવના જોવા મળી હતી. જેમાં કોઇ દેશ પર દોષનો ટોપલો ઢોળવા જેવા મુદ્દા છેડાયા નહોતા. જી-20 દેશોના નેતાઓએ વડાપ્રધાન મોદીના કોરોના વાયરસ સંદર્ભના પગલા જેવા પ્રજા સાથે સતત સંવાદ, અને અન્ય લેવાયેલા પગલાની પ્રસંશા કરી હતી.
કોરોના વાઈરસની મહામારી માટે કોણ જવાબદાર છે તે સંદર્ભમાં કોઇએ ચર્ચા કરી નહોતી પણ, આ પડકારને દુસૃર કરવા દેશો સામુહિક રીતે શુ કરી શકે? અન્ય દેશોમાં થતી મુશ્કેલી દુર કરવા અને મદદ કરવા શુ થઇ શકે? કોવીડ-19ના રોગચાળા બાદ થતા નુકશાનને ભરપાઇ કરવા શુ કરવુ? ભાવી પડકારોને કઇ રીતે જોવા? તો આ એક સજાગ થવાનો તબક્કો હોવા અંગે ચર્ચા થઇ હતી, તો કોઇ પણ દોષારોપણ કરવામાં આવ્યુ નહોતુ. તેમ સુત્રોએ ઉમેર્યુ છે.
જી-120 સમિટની બેઠક વર્ચ્યુલ બેઠકોની શરૂઆત છે. જેમાં સાર્ક દેશોના વડાઓની કોન્ફરન્સ બાદ બીજા દિવસે જી 7 દેશોના વડાઓની બેઠક પણ મળી હતી. આજની મીટીંગમાં સાર્ક દેશોના આરોગ્ય વિભાગના નિષ્ણાંતોએ બે કલાક ચાલેલી બેઠકમાં હિસ્સો લઇને કેટલીક સુચિત ચર્ચાઓ થઇ હતી. અને કોવિડ-19 ફંડનો ઉપયોગ આ રોગની નાબુદી માટે કરવા જણાવ્યુ છે. આ ફંડમાં ભારતનું કુલ યોગદાન 10 મિલિયન ડોલર હતુ તો પાકિસ્તાન સિવાયના દેશોનું કુલ યોગદાન પાંચ મિલિયન ડોલર છે. જો આ પહેલ કરવામાં આવી ન હોત તો આજે સાર્ક દેશો સાથે જમીનની સરહદો, દરિયાઇ સીમાઓ પર સહકાર મળ્યો ન હોત.
ભારતીય અધિકારીએ જણાવ્યુ હતુ કે ઘણા સાર્ક દેશોમાં પ્રોટોકોલ વિકસાવવા, દવાઓના પરીક્ષણ કરવામાં , દવાઓ= આપવામાં આપણે સાર્ક દેશોની મદદ કરવામાં મોખરે છીએ. અને અમે વૈશ્વિક સ્તેર આ મુદાઓ ઉઠાવવાની શરૂઆત કરી છે.
જી-20 દેશોએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા ઓલિમ્પિક રમતોને રદ કરીને ફરીથી 2021ના ઉનાળાની તારીખો યોજવાનો નિર્ણય કર્યો તેને આવકાર્યો હતો. નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે લોકડાઉન હાલ ચલાઉ છે અને પ્રતિબંધોની સીમા હાલ નક્કી કરી શકાય તેમ નથી. તો જી-20ના સંગઠનોએ એમ પણ નક્કી કર્યુ છે આગામી રણનીતિ બનાવીને આગળ વધવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવે. જી-20 ફ્રેમવર્ક કરી કાર્યકારી જૂથ હવે યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે બેઠક કરશે.
સ્મિતા શર્મા, નવી દિલ્હી